વર્તમાન સમયમાં હોટેલ ઉદ્યોગમાં જોરદાર તેજી આવી રહી છે વર્તમાન સમયમાં ઝડપથી હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં જોરદાર તેજી આવી ગઇ છે. આ ક્ષેત્રમાં આવીને લોકો જોરદાર કેરિયર બનાવી રહ્યા છે. આ ક્ષેત્રમાં કુશળ લોકો સારા અને ઉંચા પગાર મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં હોટેલ ઉદ્યોગમાં હજુ તેજી આવવાના સંકેત છે. આવી સ્થિતીમાં ફુડની સ્ટાઇલિંગથી કેરિયરમાં તેજી આવી શકે છે. દેશમાં સતત ઇન્ટરનેશનલ હોટેલ અને રેસ્ટોરન્ટની એન્ટ્રી થઇ રહી છે.
આ ફિલ્ડમાં નોકરીની વ્યાપક તક સર્જાઇ રહી છે. આ તકનો લાભ લેવા માટે કેટલીક કુશળતા વિકસિત કરવાની પણ જરૂર છે. આ ક્ષેત્રમાં એક હિસ્સો ફુડ સ્ટાઇસ્ટિ છે. હાલથી થોડાક વર્ષ પહેલા સુધી ફુડ સ્ટાઇલિશનો એક મોટો હિસ્સો માત્ર એડ ફિલ્મો, પ્રિન્ટ એન્ડ ફુડ પેકેજિંગ સુધી મર્યાદિત રહ્યા બાદ હવે ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. હવે ફુડ અને એન્ટરટેઇનમેન્ટના ફેલાવાના કારણે આ ક્ષેત્રમાં ફુડ સ્ટાઇલિસ્ટની બોલબાલા વધી રહી છે.
આ ઉપરાંત ફ્રી લાન્સર તરીકે કામ કરનાર લોકોને પણ વ્યાપક તક મળી રહી છે. આમાં કેરિયરની શરૂઆત ફ્રી લાન્સર તરીકે થઇ શકે છે. ફુડ સ્ટાઇલિંગ શુ છે તે અંગે મોટા ભાગના લોકો વાત કરે છે પરંતુ આ બાબત હવે કોઇ નવી રહી નથી. સામાન્ય રીતે ટીવી જાહેરાતો, રેસ્ટોરન્ટ અને ફડ મેગેઝિનમાં એવી આઇટમ્સ અથવા તો ડિસેઝ જોઇ શકાય છે જેને ખાવા માટે ઇચ્છા થઇ જાય છે. આ બાબત માત્ર પ્રેજેન્ટેશનની કલા છે. પ્રેજેન્ટેશનની જે કલા રહેલી છે તેને ફુડ સ્ટાઇલિસ્ટ તરીકે ગણવામાં આવે છે. આમાં ફુડ સ્ટાઇલિસ્ટ ફોટોગ્રાફર્સની સાથે મળીને ખુબસુરત ઇમેજ ક્રિએટ કરે છે. ફિલ્મ અથવા તો ટીવી ઇન્ડ્સ્ટ્રીઝમાં આ બાબતને સારી રીતે જોઇ શકાય છે.
ફુડ સ્ટાઇલિસ્ટ ખાવાની વસ્તુઓને આ રીતે સજાવી દે છે જેના કારણે તમામ લોકોની ઇચ્છા ખાવાની થઇ જાય છે. તેના પર ખાવાની અને સજાવટી ચીજોની ખરીદારી પણ હવે વધી રહી છે. ફુડ સ્ટાઇલિસ્ટ પર ખાવા અને સજાવટી સામાનની ખરીદારીથી લઇને ભોજન તૈયાર કરવા તેમજ અન્યચ બાબતોની જવાબદારી રહે છે. તેના ફોટો શુટ કરવાની પણ જવાબદારી રહે છે. ફુડને પ્રેજેન્ટ કરતા પહેલા કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવે છે.
આ ફિલ્ડમાં શાનદાર કેરિયર બનાવી શકાય છે. હરિયાણામાં આના માટે કુરુક્ષેત્રમાં સારી સંસ્થા આવેલી છે જ્યાં આ કોર્સ ચાલે છે. ઉપરાંત દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી તેમજ દિલ્હીમાં જ લક્ષ્ય ભારતી સંસ્થા પણ આ કોર્સ ઉપલબ્ધ કરાવે છે. આધુનિક સમયમાં રોજગારીને લઇને વ્યાપક તક રહેલી છે.
જો કે કુશળ લોકોની અછત દેખાઇ રહી છે. કુશળ લોકો સંબંધિત કંપનીઓએ પાસે નહીં હોવાના કારણે બેરોજગારી વધી શકે છે. હોટેલ ઉદ્યોગમાં કેરિયર બનાવવા માટે હાલના સમયમાં યુવાનો આગળ આવી રહ્યા છે. કારણ કે આમાં સારા પગાર પેકેજ રહેલા છે. આ ક્ષેત્રમાં કામ કરતા લોકોની ક્રેડિટ પણ સારી રહેલી છે. જેથી લાભ થઇ રહ્યો છે.