પુજારા ટેલિકોમની મજબૂત વિસ્તરણ યોજના; હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી – ડ્યુટી પ્રો એર કંડિશનર હવે પૂજારા ટેલિકોમ પર ઉપલબ્ધ છે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

પુજારા ટેલિકોમ, ભારતની સૌથી ઝડપથી વિકસતી મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ રિટેલ ચેઈન, તેના પ્રોડક્ટ શ્રેણીઓમાં વિસ્તરણ માટે તૈયાર છે અને તેણે તાજેતરમાં જ સમગ્ર ઈન્ડિયામાં તેના સ્ટોર્સમાં હાયર એસીની નવી શ્રેણી લૉન્ચ કરી છે. પુજારા ટેલિકોમે ફેબ્રુઆરી 2023માં ભારતમાં તેની નવીનતમ એર કન્ડીશનીંગ શ્રેણી – હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી-ડ્યુટી પ્રો એર કંડિશનર લોન્ચ કરવાની જાહેરાત કરી. આ લોન્ચનો હેતુ ભારતમાં એર કંડિશનરની વધતી માંગને પૂરી કરવાનો છે, જ્યાં ગ્રાહકો તેમના ઘરો અને ઓફિસો માટે વિશ્વસનીય, ઉચ્ચ-ગુણવત્તાવાળા એર કન્ડીશનીંગ સોલ્યુશન્સ શોધે છે.

હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી – ડ્યુટી પ્રો એર કંડિશનર શ્રેણી ગ્રાહકોને નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓ પ્રદાન કરે છે, જે મહત્તમ આરામ અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. વધુમાં, ₹14,990 નું મૂલ્ય ધરાવતી 5 વર્ષની વ્યાપક વોરંટી, 12-વર્ષની કોમ્પ્રેસર વોરંટી, ₹1500ની કિંમતનું ફ્રી ઇન્સ્ટોલેશન અને ₹4000 સુધીની કેશબેક ઑફર્સ સાથે ઉપલબ્ધ છે. આ તેને બજારમાં શ્રેષ્ઠ પોસાય તેવા ભાવનું એર કંડિશનર બનાવે છે, જેથી ગ્રાહકોને તેમના પૈસા માટે અતુલનીય મૂલ્ય મળે છે.

પુજારા ટેલિકોમે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી-ડ્યુટી પ્રો એર કંડિશનર ઉમેર્યું છે, જેથી આ પ્રોડક્ટ સમગ્ર ભારતમાં ગ્રાહકોને ઉપલબ્ધ કરાવી શકે. કંપની પાસે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં 250થી વધુ સ્ટોર્સ છે, જેથી ગ્રાહકોને હાયરની નવીનતમ અને શ્રેષ્ઠ એર કન્ડીશનીંગ સોલ્યુશન્સ મેળવવાનું સરળ બનાવે છે.

પુજારા ટેલિકોમના સ્થાપક અને અધ્યક્ષ, યોગેશ પૂજારાએ હાયર ક્યુનોચીના લોંચ પર જણાવ્યું હતું કે, “અમે ભારતમાં હાયર ક્યુનોચી 5 સ્ટાર હેવી-ડ્યુટી પ્રો એર કંડિશનર શ્રેણીને લોન્ચ કરતા આનંદ અનુભવીએ છીએ. તેની અદ્યતન તકનીક અને ઊર્જા-કાર્યક્ષમ સુવિધાઓના કારણે, અમને વિશ્વાસ છે કે આ પ્રોડક્ટ અમારા ગ્રાહકોને મહત્તમ આરામ અને સગવડ પૂરી પાડશે. અમે પુજારા ટેલિકોમ સાથે ભાગીદારી કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તેમના સ્ટોર્સમાં આ પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવા માટે ખુશ છીએ અને અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ એર કન્ડીશનીંગ સેવાઓ આપવા માટે ઉત્સુક છીએ.”

યોગેશ પુજારાએ બ્રાંડની અત્યાર સુધીની સફરને હાઇલાઇટ કરતાં ઉમેર્યું, “આજના વ્યવસાયિક જગતમાં,તમારી ગ્રાહકો સાથેની આત્મીયતા તે તમારી કંપનીની સફળતા અને ઉતરોતર પ્રગતિ માટે નિર્ણાયક છે જ્યારે ઘણા વ્યવસાયો આ ડિજિટલ યુગમાં ફક્ત વેચાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે અમે એક અલગ અભિગમ અપનાવ્યો છે. અમે અમારા ગ્રાહકો સાથે સ્થાયી સંબંધોબનાવવાનેપ્રાથમિકતા આપીએ છીએ અને અમારાસંશોધન અને વિકાસ પહેલ દ્વારા સતત નવીનતા પ્રદાન કરીએ છીએ. આ સંબંધોકેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, વેચાણ વધુ વ્યવસ્થિત રીતે થાય છે, જે થી ગ્રાહક અને કંપની બંને માટે લાંબા ગાળાની સફળતા સુનિશ્ચિત કરે છે.”

પુજારા ટેલિકોમના એમડી, રાહિલ પુજારાએ વધુમાં જણાવ્યું, “અમે પુજારા ટેલિકોમના વેચાણ અને આવકમાં વાર્ષિક 35% વૃદ્ધિ સાથે અને અમારી બ્રાન્ડમાં 60+ શાખાઓના ઉમેરા સાથે, નોંધપાત્ર વૃદ્ધિ જોઈને ઉત્સાહિત છીએ. વિશ્વભરમાં મોટી મોબાઈલ બ્રાન્ડ્સ અને OEMના વિશિષ્ટ ઉત્પાદનો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાના કારણે અમે ત્રણ દાયકામાં 8 મિલિયનથી વધુ ગ્રાહકોનોને સેવાઓ પ્રદાન કરી છે. છ કોર્પોરેટ ઓફિસો અને 1200થી વધુ કર્મચારીઓની ટીમ સાથે, અમે વધુ વિકાસ તરફ આગળ વધવા અને ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગમાં સફળતા માટે ઉત્સાહિત છીએ.”

પુજારા ટેલિકોમની અધિકૃત વેબસાઈટ તેમના પ્રત્યક્ષ સ્ટોર્સ માટે ડિજિટલ સ્ટોરફ્રન્ટ તરીકે સેવા આપે છે, જે ગ્રાહકોને ઉત્પાદન સંબંધિત તમામ જરૂરી વિગતો મેળવવા અને તેમના ઘરના આરામથી ખરીદી કરવાની શક્યતા આપે છે. વધુમાં, ગ્રાહકના અનુભવને વધુ બહેતર બનાવવા માટે, કંપનીએ એક મોબાઇલ એપ્લિકેશન અને એક વોટ્સએપ ચેટબોટ (9343493434)વિકસાવી છે જે ગ્રાહકો નેખરીદીનાનિર્ણયો લેવા માટે વધુ સમર્થન અને સહાયતા પ્રદાન કરે છે.

વધુ માહિતી માટે મુલાકાત લો – http://www.poojaratele.com/

અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ:

ઇન્સ્ટાગ્રામ – https://bit.ly/3leeGz5

ફેસબુક – https://bit.ly/3mO5AK3

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/220730cb4a535ffa013ba25bde74bafc.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151