અમદાવાદમાં જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે 2015માં પેટાનિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતા કે પછી સ્મોકિંગ કરતા પકડાય તો AMC દ્વારા તેને દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હતી. અત્યાર સુધી આ દંડની સજા માત્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સત્તા એન્જીનિયરિંગ એન્ડ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ્સને પણ આપવામાં આવી છે. AMC સ્ટાફના 500 સભ્યો આ સજા ફટકારી શકે છે.
મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર આ નિયમમાં કરવામાં આવેલા સુધારા વિષે જણાવે છે કે, અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. પાછલા 6 મહિનાથી હેલ્થ ડિપાર્ટમેન્ટ ડોર-ટુ-ડોર કેમ્પેઈન કરીને લોકોને જાહેર સ્થળોની સ્વચ્છતા વિષે જાગૃત કરી રહ્યું છે. હવે જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેમને દંડ ફટકારવાની સત્તા અન્ય બે ડિપાર્ટમેન્ટને પણ આપાવમાં આવી છે.