સૂરપત્રીઃ રાગ પૂરીયાધનાશ્રી
એકાંતના અલગ સ્વરૂપ હોય શકે છે. એક અવસ્થા એવી હોય છે કે વ્યક્તિ એકાંત ભોગવવા ઈચ્છતો/ઝંખતો હોય છે. જ્યારે બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો સમય-સંજોગો એ વ્યક્તિને એકાંતને હવાલે કર્યો હોય છે. સાંજ, રાત્રીનો માહોલ વ્યક્તિને અલગ-અલગ ભાવે ઢંઢોળતો હોય છે.
જીવનના સારા-માઠા અનુભવો થકી જૈફ વયે પહોંચેલી વ્યક્તિ માટે નિશા એકાકી અથવા વિસાદસભર હોય શકે. જ્યારે કોઈ યૌવનની મસ્તી જીવતી ટીનેજર્સ પેઢીને માટે એ પ્રણયરસથી ભરપૂર હોય શકે…
આ બાબતે ‘ઓશો’નું એક ફેમસ ક્વોટ છે. “There is no way to be anything else then alone, Aloneness is ultimate.”
‘એકાંત નો અનુભવ અગાધ છે, જ્યારે એકલતાનો અનુભવ ઉપલકિયો છે.’
આથમતા સૂરજના સૌંદર્યને આત્મસાત કરાવતી ફિલ્મ ઉત્સવનું એક અવિસ્મરણીય ગીત છે. સાંજ ઢલે ગગન તલે, હમ કિતને એકાંકી રાગ પુરીયા ધનશ્રી અંતર્ગત છે. ઉપરાંત રંગીલા ફિલ્મનું ગીત હાય રામા એ કયા હુઆ કયું ઐસે મુજે સતાને લગે ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
તદુપરાંત, જનાબ ગાલિબ ની એક ગેર ફિલ્મી ગઝલ દર્દ મન્નત કશ એ દયા ન હુઆ રફી સાહેબે ખૂબ સરસ રીતે રાગ ધનશ્રી માં રજૂ કરી છે.
રેખા-ઓમપુરીની બહુચર્ચિત ફિલ્મ આસ્થાનું એક ગીત લબો સે ચૂમ લો, આંખો સે ઉપરોક્ત રાગ બેઇઝડ છે. ઉપરાંત, ગુજરાતી રચનામાં કસનદાસ માણેક દ્વારા રચાયેલ અંતે મોહ્યો તું મનડામાં તથા ગની દહીંવાલા દ્વાર રચાયેલ મારું ખોવાણું એક સપનું પણ રાગ પૂરીયાધનશ્રી બેઇઝડ છે.
તો ચાલો મિત્રો આજે આ સંઘેડાઉતાર પુરીયાધનશ્રી રાગ ની એક રચના સાંભળીએ….
આરોહ:- નિ રે (કોમળ) ગ મ ધ (કોમળ) નિ રે (કોમળ) સા
અવરોહ:- રેં નિ ધ (કોમળ) પ મ (તીવ્ર) ગ મ (તીવ્ર) રે (કોમળ) સા
વાદી:- ૫
સંવાદી:- સા
થાટ:- પૂર્વી
સમય:- સંધ્યા કાળ
જાતિ:- સંપૂર્ણ
આર્ટીકલ:-
મૌલિક જોશી
Movie/Album: रंगीला (1996)
Music By: ए.आर.रहमान
Lyrics By: महबूबPerformed B
y: स्वर्णलता, हरिहरन
हाय रामा ये क्या हुआ
क्यों ऐसे हमें सताने लगे
तुम इतनी प्यारी हो सामने
हम क़ाबू में कैसे रहें
जाओ हमको तो आती शर्म है
तेरी ऐसी अदा पे तो फ़िदा हम हैं
तौबा मेरी तौबा ये भी क्या सितम है
ऐसी ज़िद करने लगे
जाने तुमने क्या-क्या सोचा आगे-आगे
हम तो अब डरने लगे
अरे सोचा है ये कि रात और दिन
तुझे प्यार करेंगे हम
डरते हो क्यूँ ओ जान-ए-मन
मेरे प्यार से
हाय रामा ये…
काली-काली ज़ुल्फ़ें गोरी-गोरी बाँहें
मुझको तड़पाने लगी
होँठ भीगे-भीगे, नशीली ये आँखें
प्यास को जगाने लगी
छोड़ो जी ऐसी बातों को रोको ना राहों को
हो मोड़ो ना मेरी बाँहों को
जाने दो ना
हाय रामा ये…