*સૂરપત્રીઃ રાગ ચારુકોશી*
મિત્રો, આ સપ્તાહનો રાગ છે, રાગ ચારુકેશી.
મારા મતે હું એવા વ્યક્તિને નસીબદાર ગણું છું કે જેની સમીપ કોઈ એવી આત્મિક વ્યક્તિ હોય જેના થકી તેનું જીવન રળિયામણું/કલ્યાણમય બન્યું હોય.
મિત્રો, પ્રેમ એ શાબ્દિક સંદર્ભે જોઈએ તો બહુ ટૂંકો શબ્દ છે, કિન્તુ તેને વ્યાખ્યાયિત કરીએ તો આપણા પ્રલંબ જીવનને કોઈ અર્થ, આનંદ અને સૌંદર્ય આપી શકતું તત્વ હોય તો એ તત્વોમાં પ્રેમ એ સદૈવ અગ્રેસર છે. ક્યારેક કોઈ વ્યક્તિની હાજરી ના હોય ત્યારે તમારું સમગ્ર વ્યક્તિત્વ ખાલીખમ લાગવા માંડે છે. ક્યારેક શબ્દ પ્રયોજવા પાછળના ચોક્કસ કારણ છે. એ પ્રેમમાં ઉદભવતી તીવ્ર લાગણીને સંયમિત કરવાનું કામ કરે છે. આટલી લાંબી ભૂમિકા બાંધવાની પાછળ એજ કારણ છે કે, આપણા આ સાપ્તાહિક રાગ ચારુકેશીનું ચયન કરતી વખતે એ રાગ બેઇઝડ રચનાઓમાં એવી કેટલીય કૃતિઓ સ્મરણે આવી જેનો મુખ્ય વિષય પ્રેમ હોય.
આપણા જીવનમાં કોઈ અજાણી વ્યક્તિના પ્રવેશ બાદ જ્યારે આપણું સમગ્ર વિશ્વ એ હરિયાળીક્રાંતિ અનુભવવા લાગે અને સૃષ્ટિ આખી લીલીછમ ભાષિત થતી હોય છે. જો આ એક ગમતીલું સત્ય છે એવું સમજીએ તો, એક અપ્રિય સત્ય એ પણ છે કે, એ વ્યક્તિના જવાથી/ગેરહાજરી થવાથી ઉદભવતો ખાલીપો એ પણ એટલોજ વેરાન અને નિર્જન સાબિત થતો હોય છે.
રાગ ચારુકેશી બેઇઝડ એક ગીતમાં જ્યારે પ્રિયતમ પોતાની પ્રિયતમાને કહે છે કે જીવનના કોઈ એવા મોડ પર તું મને એકલો મૂકીને તો નહીં જાય ને…? ત્યારે એ સમયની માનસિક અવસ્થા/ભૂમિકાને સમજવી ખૂબ કપરી થતી હોય છે. એ ગીત એટલે, ફિલ્મ મેરે હમસફરનું ગીત કિસી રાહ મેં, કિસી મોડ પર કહીં ચલ ના દેના તું છોડ કર જેને સ્વરબદ્ધ કર્યું છે કલ્યાણજી-આણંદજી એ અને શબ્દો છે આનંદ બક્ષીના સાથે લતાજી અને મુકેશના મીઠા કંઠે ગવાયેલુ આ ગીત સદૈવ અવિસ્મરણીય છે..
મારા વ્હાલા રીડર મિત્રો, આવા સમયે મને પ્રિયકાંત મણિયારની એક પંક્તિ યાદ આવી: ‘પ્રવેશ પણ શક્ય છે નિસરવા તણે બારણે.’ બારણા નો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે , એન્ટ્રી અને એક્ઝિટને દર્શાવતું એક સાધન/તત્વ. પ્રેમની ઉત્કંઠા અને ભાવોને અવરજવર કરાવતું એવું બારણું દરેક માનવીની અંદર હોય જ છે.
આવી જ સંવેદનાઓ અને રાવ/ફરિયાદ રજૂ કરતું એક ગીત છે. જ્યારે બે વ્યક્તિ લાગણીના તંતુએ બંધાયા અને સમય/સંજોગોએ એમને દૂર થવા મજબુર કર્યા. ફિલ્મ સાથ સાથનુ ગીત, જેના શબ્દો જાવેદ અખ્તરે લખ્યા છે, કુલદીપ સિંહ દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને ચિત્રાના કોકિલ કંઠે ગવાયેલુ ગીત કયું ઝિંદગી કઈ રાહ મેં, મજબુર હો ગયે, ઇતને હુએ કરીબ કે હમ દૂર હો ગયે પણ રાગ ચારુકેશી બેઇઝડ કૃતિ છે.
રાગ ચારુકેશી એ દક્ષિણ ભારતના કર્ણાટકી સંગીત પદ્ધતિનો ખૂબ પ્રસિદ્ધ રાગ ગણાય છે. જો કે ઉત્તર ભારતમાં પણ વિપુલ પ્રમાણમાં સ્વીકાર્ય થયેલો છે. ફિલ્મ મિલનનું એક ગીત આજ દિલ પે કોઈ ઝોર ચલતા નહીં, મુસ્કુરાને લગે થે મગર રો પડે પણ આ રાગની જ રચના છે.
ચારુકેશી બેઇઝડ અન્ય ગીતોમાં,
ફિલ્મ પ્યાસા સાવનનું મારું અત્યંત ગમતું ગીત જે, લતાજી-સુરેશ વાડેકરે ગાયું છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા સ્વરબદ્ધ કરાયેલું છે અને સંતોષ આનંદના શબ્દો છે. મેઘા રે મેઘા રે, મત પરદેશ જા રે.
તેમજ ફિલ્મ હિમાલય કી ગોદ મેંનું ગીત એક તું ના મિલા, સારી દુનિયા મિલે ભી તો કયા હે તેમજ અન્ય ગીતો માં, અર્વાચીન ફિલ્મો પૈકી ફિલ્મ દિવાનાનું ગીત તેરી ઉમ્મીદ તેરા ઇંતજાર કરતેં હે પણ ચારુકેશીની રચના છે. ફિલ્મ ગીત ગાતા ચલનું ગીત શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ તથા ફિલ્મ રાઝનું ગીત અકેલે હે ચલે આઓ પણ ચારુકેશીની મધુર રચનાઓ પૈકી એક છે.
ગુજરાતી કૃતિઓમાં, સૈફ પાલનપુરી ની એક ગઝલ ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતા એ ચારુકેશી/કિરવાણીની સંયુક્ત કૃતિ છે. તથા નિનુ મઝુમદાર રચિત અને કૌમૂદી મુન્શી એ ગાયેલું મને છેડી ગયો રે નંદ લાલ પણ ચારુકેશી રાગ માં સ્વરબદ્ધ થયેલું છે. તદુપરાંત ફિલ્મ સરસ્વતીચંદ્ર નું ગીત છોડ દે સારી દુનિયા કિસી કે લિયે તથા રફી સાહેબ નું ગાયેલું બેખુદી મેં સનમ ઉઠ ગયે જો કદમ પણ આ રાગ બેઇઝડ રચના છે.
આરોહ: સા રે ગ મ પ ધ (કોમળ), નિ (કોમળ) સા
અવરોહ: સા નિ (કોમળ) ધ, (કોમળ) પ મ ગ રે સા
વાદી: પ સંવાદી: સા
જાતિ: સંપૂર્ણ
સમય: મધ્ય રાત્રી.
તો ચાલો મિત્રો, રાગ ચારુકેશીની એક મસ્ત રચના સાંભળીએ….
આર્ટિકલ:- મૌલિક સી. જોશી.
જૂનાગઢ
Movie/Album: प्यासा सावन (981)
Music By: लक्ष्मीकांत प्यारेलाल
Lyrics By: संतोष आनंद
Performed By: लता मंगेशकर, सुरेश वाडेकर
मेघा रे मेघा रे, मत परदेस जा रे
आज तू प्रेम का संदेस बरसा रे
कहाँ से तू आया, कहाँ जायेगा तू
कि दिल की अगन से, पिघल जायेगा तू
धुआं बन गयी है ख्यालों की महफ़िल
मेरे प्यार की जाने, कहाँ होगी मंज़िल
मेघा रे मेघा रे
मेरे गम की, तू दवा रे
आज तू प्रेम का संदेस बरसा रे..
बरसने लगीं हैं बूँदें, तरसने लगा है मन
ज़रा कोई बिजली चमकी, नरजने लगा है मन
और ना डरा तू मुझको, ओ काले काले घन
मेरे तन को छू रही है, प्रीत की पहली की पवन
मेघा रे मेघा रे
मेरी सुन ले तू सदा रे
आज तू प्रेम का संदेस बरसा रे..
मन का मयूरा आज, मगन हो रहा है
मुझे आज ये क्या सजन हो रहा है
उमंगों का सागर उमड़ने लगा है
बाबुल का आँगन, बिछड़ने लगा है
न जाने कहाँ से , हवा आ रही है
उड़ा के ये हमको, लिए जा रही है
ये रुत भीगी भीगी भिगोने लगी है
कि मीठे से नश्तर चुभोने लगी है
चलो और दुनिया बसायेंगे हम तुम
ये जन्मों का नाता, निभाएंगे हम तुम
मेघा रे मेघा रे
दे तू हमको दुआ रे
आज तू प्रेम का संदेस बरसा रे..