રાગ ભૂપાલી
કવિ દીના શાહની એક પંક્તિ છે.
ફૂલ કેવા પરગજુ થઈ જાય છે,
મ્હેક ની સાથે રજૂ થઈ જાય છે.
સહજ પ્રસરવું એ સ્ત્રીના મુલતઃ સ્વભાવમાં હોય છે.
સ્ત્રીના જીવનની સંવેદનાઓ સમજવી હોય તો આપણી વૈચારિક મર્યાદાથી પર જઈને અનુભવ લેવો પડે. રાગ ભૂપાલીની આ પોષ્ટમાં ઉપરોક્ત ભૂમિકા બાંધવા પાછળના ચોક્કસ કારણ છે. ઉપરોક્ત રાગ બેઇઝડ જ્યારે અમુક કૃતિઓનું સર્જન થયું છે ત્યારે સંલગ્ન ભાવો ઉપજ્યા વગર ન જ રહે.
પોતે નિખાલસ રહે અને સામે વાળી વ્યક્તિ પણ નિખાલસ થઈ રહે એવો સહજ આગ્રહ સ્ત્રીનો હોય છે.
મિત્રો, અહીં એ વાત નોંધનીય છે કે, નિખાલસ માનવી સદૈવ એક ભૂલ કરતો આવે છે. પાત્ર-કુપાત્ર મતલબ સામેની યોગ્ય છે કે અયોગ્ય એ બાબતનું સેલ્ફ અપ્રુવલ લીધા વગર પોતાની જાતને ઠાલવી દે છે. અયોગ્ય વ્યક્તિ પાસે મૌન જ યોગ્ય રહેતું હોય છે. બીજી મહત્વની વાત એય છે કે, કોઈ ભોળી વ્યક્તિ પાસેથી નિખાલસ ભાવે કે સહજ રીતે પ્રાપ્ત થયેલી માહિતીનો એને સંઘરી રાખવામાં/ આંતરવામાં વિનિયોગ કરવો એ ખૂબ અયોગ્ય વાત છે.
ચાલો મિત્રો મુદ્દા પર આવીએ.
રાગ ભૂપાલી બેઇઝડ ઉપરોકત મુદ્દા ને ધ્યાનમાં લઈ કઇંક અલગ રચનાઓ નું વિવરણ આપું છું..
૧) ફિલ્મ આરાધના નું ગીત ચંદા હે તું મેરા સુરજ…
૨) ફિલ્મ સિલસિલા નું ગીત દેખા એક ખ્વાબ તો યે…
૩) ફિલ રુદાલી નું ગીત દિલ હુમ હુમ કરે…
૪) ફિલ્મ ઉમરાવજાન નું ગીત ઇન આંખો કઈ મસ્તી કે…
૫) ફિલ્મ સુર સંગમ નું ગીત જાઉં તોરે ચરણ કમલ…
૬) ફિલ્મ હરે રામા હરે કૃષ્ણા નું ગીત કાંચી રે કાચી રે પ્રીત મેરી સાચી…
૭) ફિલ્મ આમ્રપાલી નું ગીત નિલ ગગન કી છાંઓ મેં દિન રૈન…
૮) જગજીત નું નોન ફિલ્મી ભજન હે ગોવિંદ હે ગોપાલ…
૯) ફિલ્મ પ્રેમ પર્બત નું ગીત એ દિલ ઔર ઉનકી નિગાહોં કે સાયે…
ઉપરોકત બધી જ રચનાઓ રાગ ભૂપાલી બેઇઝડ છે.
તદુપરાંત, ફિલ્મ લવ ઇન ટોકિયોનું ફેમસ સોંગ સાયોનારા સાયોનારા પણ ઉપરોકત રાગ ની જ કૃતિ છે.
મિત્રો, આર્ટીકલમાં અગાઉ જણાવ્યા મુજબ, સ્ત્રીની નિખાલસતા જ તેને સમગ્ર જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈકના આધીન કરી દેતી હોય છે, ભલે પછી એ ક્ષણો અજાણતાજ કેમ ન ઉદ્દભવી હોય. તેમ છતાં જીવનમાં ક્યારેક એવો તબક્કો પણ આવતો હોય છે કે સમાજના કહેવાતા બંધનો, રીત, રસ્મો, રિવાજને ફંગોળીને મુક્ત ગગનમાં વિહરવાની ઈચ્છા કરી લેતી હોય છે. ત્યારે રાગ ભૂપાલીની એક રચના યાદ આવી જાય છે. પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મેં તથા અન્ય એક રચના જે હજુય અવિસ્મરણીય જ છે. પંખ હોતે તો ઉડ આતી રે પણ ઉપરોક્ત રાગ બેઇઝડ છે.
રાગ ભૂપાલી એ કલ્યાણ થાટ નો રાગ છે.
સમય:- રાત્રી નો પ્રહર
ન્યાસ સ્વર :- સા, ગ, પ.
આરોહ:- સા રે ગ, પ, ધ સા.
અવરોહ:- સા ધ, પ, ગ, રે, સ.
વાદી:- ગંધાર સંવાદી:- ધૈવત
જાતિ:- ઓડવઃ
ચાલો મિત્રો, રાગ ભૂપાલી ની મસ્ત રચના સાંભળીએ…
Movie/Album: रुदाली (1993)
Music By: भूपेन हजारिका
Lyrics By: गुलज़ार
Performed By: भूपेन हजारिका, लता मंगेशकर
दिल हूम हूम करे.. घबराए,
घन धम धम करे.. डर जाए,
इक बूँद कभी पानी की,
मोरी अंखियों से बरसाए,
दिल हूम हूम करे.. घबराए..
तेरी झोरी डारूं.. सब सूखे पात जो आए,
तेरा छूंआ लागे.. मेरी सुखी डार हरियाए,
दिल हूम हूम करे.. घबराए..
जिस तन को छुआ तुने.. उस तन को छुपाऊँ,
जिस मन को लगे नैना.. वो किसको दिखाऊँ,
ओ मोरे चन्द्रमा.. तेरी चांदनी अंग जलाए,
ऊंची तोर अटारी.. मैंने पंख लिए कटवाए..
दिल हूम हूम करे.. घबराए,
घन धम धम करे.. डर जाए,
इक बूँद कभी पानी की,
मोरी अंखियों से बरसाए,
दिल हूम हूम करे.. घबराए..
આર્ટીકલ: મૌલિક સી. જોશી, જૂનાગઢ.
મૌલિક જોશી દ્વારા લેખિત અને ખબરપત્રી પર પ્રકાશિત થતી કોલમ સૂરપત્રીને આપ સૌ વાંચકો તરફથી અદૂભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. આપના આ સરહાક બદલ ખબરપત્રી ટીમ સૌ વાંચક મિત્રોનો આભાર વ્યક્ત કરે છે.
મિત્રો મૌલિક જોશી દ્વારા લિખિત સૂરપત્રીના અન્ય લેખ વાંચવા માટે ખબરપત્રી સાથે જોડાયેલા રહો. આપના પ્રતિભાવો આવકાર્ય છે.