*સૂરપત્રીઃ રાગ તોડી*
આ સપ્તાહ નો રાગ છે,
રાગ તોડી.
ગંભીર પ્રકૃતિ ધરાવતો આ રાગ ભારતીય સંગીત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રિ ના શક્તિપર્વ ની ‘મા’ ની ભક્તિ સાથે રાસલીલાનો અનેરો આનંદ માણ્યા બાદ હવે જેમ શરદસુંદરી પોતાના પાલવમાં શીતળ ચાંદની અને ઠંડુ દૂધીયુ નભ લઈને પહોંચતી હોય ત્યારે ગામતીલી ઠંડી મોહામણી અને સોહામણી ઋતુ નું આગમન થાય છે. ક્યારેક પ્રભાતેવંદના માં રાગ તોડી ની અદ્દભુત/આહલાદક રચનાઓ સાંભળીએ ત્યારે અલૌકિક અધ્ધરતા ને આત્મસાત કરી હોય એવું અનુભવાય છે.
મિત્રો, તોડી રાગ ની સવાર હોય, એમાંય બાળક જ્યારે પોતાની વિસ્મયની આંખો ઉઘાડે, યૌવન પોતાની સાહસના પાંખે અને પ્રકૃતિના સથવારે ખુલ્લા આકાશ ને બાથ ભીડવાની હોય અને જે રોમાંચ ઉદ્દભવે એ પ્રકૃતિ ને વરેલો રાગ એટલે રાગ તોડી.
રાગ તોડી બેઇઝડ રચનાઓ પર નજર કરીએ તો,
એક નોન-ફિલ્મી સોંગ યાદ આવે છે જેમાં રફી સાહેબે કંઠ આપ્યો છે અને શબ્દો છે. સાકી કી હર નિગાંહ પે અને તાજ અહેમદ ખાન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે. તદુપરાંત, ફિલ્મ અમરપ્રેમ નું અવિસ્મરણીય ગીત રૈના બીતી જાયે, શ્યામ ન આયે જે ને આર ડી બર્મન દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને લતાજી દ્વારા ગવાયેલુ છે.
રાગ તોડી ની રચનાઓ એટલે એક આખી સ્વરો ની મહેફિલ એવુંજ અનુભવી શકાય.
મારા પ્રિય વાચક મિત્રો, સંગીત એ માત્ર કોઈપણ વાજિંત્ર થી રજૂ થતી કે સંભળાતી/રેલાતી મધુરતા માત્ર નથી. સંગીત એ તો આપણને કુદરતે આપેલું એવું અમૂલ્ય વરદાન છે જેની શાબ્દિક અભિવ્યક્તિ પણ કોઈવાર અશક્ય બની જાય છે. પર્વત પરથી ખળખળ વહેતા ઝરણાથી લઈને પંખીઓના કલરવ, તથા પ્રાતઃકાલીન સમયે મંદિરોમાં થતો ઘંટારવ તેમજ ધાણી ના બળદ ને બાંધેલ ઝાંઝરીનો ખન્ન સ્વર પણ ઘણીવાર અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતો હોય છે.
તોડી ને મુખ્ય ત્રણ પ્રકાર થી વિભાજીત કરવામાં આવી છે.
મિયાં કી તોડી
ગુજજરી તોડી
બિલાસખાની તોડી
બિલાસખાની તોડી ની રચના સંગીત સમ્રાટ તાનસેન ના પુત્ર બિલાસખાન દ્વારા થઈ હોવાનું માનવામાં આવે છે. આ રાગ માં, રે ગ ધ એ કોમળ સ્વર છે. પંચમવર્જિત તોડી ને ગુર્જરી તોડી નામ આપવામાં આવ્યું છે. જો કે એ ગુજજરી તોડી તરીકે પણ પ્રચલિત છે. આ રાગ બેઇઝડ અન્ય કૃતિઓ માં,
ફિલ્મ હિમાલય કી ગોદ મેં નું ગીત મેં તો એક ખ્વાબ હું ઇસ ખ્વાબ સે તું પ્યાર ન કર જે કલ્યાણજી આણંદજી દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે અને ગવાયેલુ છે. તેમજ, ફિલ્મ તાજમહેલ નું ગીત જે લતાજી ના કંઠે ગવાયેલુ છે અને રોશન નું સંગીત છે. ખુદા એ બરતર તેરી ઝમીન પર પણ ઉપરોકત રાગ બેઇઝડ છે. ફિલ્મ ઇંતજાર નું ગીત જીસ દિન સે પિયા પણ એજ રાગ ની રચના છે. જે નૂરજહાં એ ગાયેલું અને ખુરશીદ અનવર સંગીતકાર હતા. તદુપરાંત, ફિલ્મ સંત જ્ઞાનેશ્વર નું ગીત જે સદૈવ હ્રદયસ્થ પ્રિય રહ્યું છે. જાગો રે જાગો પ્રભાત આયા પણ આજ રાગ ની કૃતિ છે.
આરોહ: સા રે (કોમળ) ગ (કોમળ)
મ (તીવ્ર) ધ (કોમળ) નિ
સા
અવરોહ: સા નિ ધ ( કોમળ) પ મ
(તીવ્ર) ગ (કોમળ) રે
(કોમળ) સા
વાદી: ગ (કોમળ)
સંવાદી: ધ (કોમળ)
થાટ: તોડી જાતિ: સંપૂર્ણ
સમય: પ્રાતઃ કાળ
તો ચાલો મિત્રો, રાગ તોડી ની એક રચના સાંભળીએ….
આર્ટિકલ
®©
મૌલિક સી. જોશી
Movie/Album: अमर प्रेम (1971)
Music By: आर.डी.बर्मन
Lyrics By: आनंद बक्षी
Performed By: लता मंगेशकर
रैना बीती जाये, श्याम न आये
निंदिया न आये, निंदिया न आये
शाम को भूला, श्याम का वादा
संग दीये के, जागे राधा
निंदिया न आये, निंदिया न आये
रैना बीती जाये…
बिरहा की मारी, प्रेम दीवानी
तन मन प्यासा, अंखियों में पानी
निंदिया न आये, निंदिया न आये
रैना बीती जाये…
किस सौतन ने रोकी डगरिया
किस बैरन से लागी नज़रिया
निंदिया न आये, निंदिया न आये
रैना बीती जाये..