સોફ્ટ ડ્રીંક વધારે પીનાર લોકો માટે લાલબત્તી સમાન ચેતવણી નવા અભ્યાસમાં આપવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વધારે પ્રમાણમાં સોફ્ટ ડ્રીંક પીનાર લોકોમાં અસ્થમા જેવી શ્વાસની તકલીફ વધી શકે છે. આ ઉપરાંત ક્રોનિક ઓબ્સસ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) જેવા રોગને આમંત્રણ આપે છે. સોડા ટ્રબલમેકર હોવાની બાબતનો ખુલાશો થયા બાદ વધારે પ્રમાણમાં સોફ્ટ ડ્રીંક પીતા લોકોને સાવધાન થઇ જવાની જરૂર છે.
જનરલ રેસ્પીરોલોજીમાં પ્રકાશીત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હજારો લોકોને આવરી લઇને સંશોધન કર્યા બાદ આ નવી બાબત જાણવા મળી છે. ઓસ્ટ્રેલિયન અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે વધારે પડતા પ્રમાણમાં સોડાનો ઉપયોગ કરનાર લોકોમાં ઘણી બિમારીઓનો ખતરો પણ રહે છે. આ અભ્યાસના ટ્ઠભાગરૂપે ૧૬ અને તેની મોટી વયના ૧૬૯૦૭ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ દરમિયાન દરરોજ અડધા લીટર સોફ્ટ ડ્રીંકનો ઉપયોગ કરનાર લોકો પર નજર રાખવામાં આવી હતી. હેવી સોડા ડ્રીંકર્સમાં અસ્થમાંનો ખતરો ૧.૨ ગણો વધારે રહે છે. જ્યારે સીઓપીડી થવાનો ખતરો ૧.૭ ગણો વધારે રહે છે.
જ્યારે સોફ્ટ ડ્રીંકનો નહીં કરનાર લોકોમાં ખતરો ખૂબ ઓછો રહે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ધ્રુમ્રપાનની સાથે સોફ્ટ ડ્રીંકનો ઉપયોગ કરવાથી સીઓપીડી માટેનો ખતરો ૬.૬ ગણો વધી જાય છે. જ્યારે બંનેથી દૂર રહેનાર લોકોની સરખામણીમાં આવા લોકોમાં ખતરો ૬.૬ ગણો રહે છે. આ જોખમ ડોઝ સંબંધિત છે. સીઓપીડી અથવા અસ્થમાના ખતરા સોફ્ટ ડ્રીંક ઉપર આધારિત હોય છે. સોફ્ટ ડ્રીકનું પ્રમાણ કેટલું છે તેના ઉપર બાબતો આધારિત રહે છે. સોડાના સંબંધમાં પહેલા પણ ઘણા અહેવાલ આવી ચુક્યા છે. સોફટ ડ્રીંકના મામલામાં જુદા જુદા અહેવાલોમાં તેમાં રહેલા ઘટકતત્વો અંગે પણ જાણ કરવામાં આવી ચુકી છે. પરંતુ સોડાના સોખીન લોકોમાં આની કોઈ અસર દેખાઈ નથી.