હંસી લાખ બિમારીની એક દવા

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસીન એટલે કે હંસી લાખ બિમારીની એક દવા તરીકે છે. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસન એટલે કે હસી લાખ બિમારીની એક દવા છે. પરંતુ સામાન્ય લોકોને આ અંગે ખુબ ઓછી માહિતી છે કે પોતાના પર હંસવાની બાબત આરોગ્ય માટે પણ ખુબ સારી  બાબત છે. સ્પેનના ગ્રનાડા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પોતાના પર જાક્સ કરીને અથવા તો પોતાને હંસાવનાર લોકોના મનૌવૈજ્ઞાનિક આરોગ્યનુ સ્તર ખુ ઉપર રહે છે. આ ઉપરાંત અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પોતાનાને હંસાવવાની બાબત એક રીતે ગુસ્સાને દબાવવા અને અંકુશમાં લેવા સમાન છે. ગુસ્સો ન કરવાની બાબત પણ આરોગ્ય માટે આદર્શ છે. લાફ્ટર  થેરાપીને લઇને હવે ચર્ચા થવા લાગી ગઇ છે.

જાણકાર લોકો કહે છે કે હંસવાની સ્થિતીમાં શરીરમાંથી એન્ડોર્ફિન હાર્મોન બહાર નિકળે છે. જે હાર્ટને મજબુત બનાવે છે. હંસવાના કારણે હાર્ટની કસરત પણ થઇ જાય છે. હંસવાની બાબત ટેન્શનને દુર કરે છે. પીડા અને બિમારીને દુર કરવામાં હંસી એન્ટીડોટ છે. શરીર અને દિમાગને સંતુલિત રાખવા માટે હંસી કરતા અન્ય કોઇ ચીજ વધારે અસરકારક નથી. તમામ લોકોને સારી રીતે સમજી લેવાની જરૂર છે કે પોતાના પર હંસવાની બાબત આરોગ્ય માટે વધારે ફાયદાકારક છે. એક શોધમાં આ મુજબની બાબત સપાટી પર આવી ચુકી છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હાસ્ય બ્લડપ્રેશરને નિયંત્રણ કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. હાઇ બ્લડ પ્રેશરવાળા લોકો માટે હાસ્ય ખુબ આદર્શ છે. હંસવાથી શરૂઆતમાં વાહિનીઓમાં લોહીનુ દબાણ વધી જાય છે. પરંતુ આ વધી ગયેલુ સ્તર ટુંક સમયમાં જ સામાન્ય સ્તર પર પહોંચી જાય છે. આનાથી એમ પણ સાબિત થાય છે કે હંસવાથી લોહીનુ સંચાર વધવાથી બ્લડ પ્રેશર પણ ઓછુ થાય છે. હંસવાથી શરીરના જુદા જુદા મસલ્સની પણ કસરત થાય છે. હંસવામાં ડાયફ્રામ અને પેટની મસલ્સ પર અસર થાય છે. જે વારંવાર ફેલે છે અને સંકુચિત થાય છે. હંસીને નેચરલ કોસ્મેટિક્સ પણ કહી શકાય છે.

આની અસર કુદરતી એન્ટી એજિંગના સ્વરૂપમાં દેખાય છે. હંસવાથી ચહેરાની માંસપેશિઓમાં પણ કસરત થાય છે. સ્થુળતાને પણ કાબુમાં રાખવામાં મદદ મળે છે. દરરોજ એક કલાક સુધી હંસવાના કારણે ૪૦૦ કૈલોરી ઉર્જા બર્ન થાય છે. આ જ કારણ છે કે આધુનિક સમયમાં હાસ્ય ક્લબની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. કેટલાક તબીબો તો અહીં સુધી કહે છે કે હંસીથી ઇમ્યુનિટી પાવરમાં અથવા તો રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે. હંસવાના કારણે એન્ટીબોડી કોશિકા એવા હાર્મોનને રિલિઝ કરે છે જે શરીરમાં થનાર ફેરફારનો સામનો કરવા માટે તૈયાર હોય છે. એક સંશોધનમાં આ બાબતની પણ માહિતી મળી છે કે હંસીથી કેન્સર વાળી કોશિકા અને અન્ય પ્રકારના હાનિકારક બેક્ટિરિયા અને વાયરસ પણ નષ્ટ કરી શકાય છે. કારણ કે હંસવાથી ઓક્સીજનનુ પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત તે પીડાનાશક થેરાપીની જેમ પણ કામ કરે છે. હંસવાથી સારો અનુભવ થાય તેવા હાર્મોન નિકળે છે. જુદી જુદી શોધના કારણે કેટલીક સારી બાબત સપાટી પર આવી છે. હંસવાથી અમારા અંદર પોઝિટીવ એનર્જી આવે છે. થોડાક સમય સુધી હંસવાથી માંસપેશિયા ઓછામાં ઓછા ૪૫ મિનિટ સુધી રિલેક્સ થઇ જાય છે. સાથે સાથે ખુલીને હંસવાથી તમામ ટેન્શન નિકળી જાય છે. જેથી ટેન્શનથી થનાર માનસિક અને શારરિક સમસ્યાથી બચાવ થાય છે.

હંસીના મારફતે કેન્સરથી બચાવની ક્ષમતા અનેક ગણી વધી જાય છે. કારણ કે આના કારણે શરીરમાં ઇન્ટરફેરોન ગામ એટલે કે આઇએફએનનુ સ્તર વધી જાય છે. શોધમાં એમ પણ જાણવા મળ્યુ છે કે ડિપ્રેશન ્થવા તો ટેન્શનમાં રહેવાની સ્થિતીમાં વ્યÂક્ત વધારે ખાવા ઉપરાંત જંક ફુડનો વધારે ઉપયોગ કરે છે. જેની સીધી અસર વજન પર પડે છે. પરંતુ હંસવાથી દિમાગથી એક રસાયણ સેરોટોનિન નિકળે છે જે કુદરતી રીતે ભુખ પર નિયંત્રણ કરવાનુ કામ કરે છે. આના કારણે વ્યક્તિને જલ્દી જ્લ્દી ભુખ લાગતી નથી. સાથે સાથે ભુખ વગર કંઇક ખાવાની ઇચ્છા થતી નથી. જે રીતે ફિજિકલી ફિટ રહેવા માટે અમે દરરોજ કસરત અને યોગા કરીએ છીએ તેવી જ રીતે હંસવા માટે લાફ્ટર ક્લબમાં સામેલ થઇ શકાય છે. લાફ્ટર યોગા પણ સારા વિકલ્પ તરીકે છે. સારા અને ઉર્જાથી ભરી દેનાર સંગીત સાંભળવાથી પણ ફાયદો થાય છે. કોમેડી ફિલ્મો પણ લાભ કરાવે છે. સારી અને મનોરજંન પુસ્તક વાંચવા માટેની બાબત પણ ફાયદાકારક રહે છે. બાળકો પેટ્‌સની સાથે સમય ગાળી શકે છે.

Share This Article