માર્કેટમાં નવી નવી ચીજોની સાથે હવે સ્માર્ટ પર્સની એન્ટ્રી થઇ ચુકી છે. આ પર્સમાં એટલી બધી વિશેષતા રહેલી છે કે તમામ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી શકે છે. સૌથી મોટી બાબત એ છે કે પર્સમાં મોબાઇલ ચાર્જર, જીપીએસ જેવી આધુનિક સુવિધા રહેલી છે. જીપીએસ સિસ્ટમ અને ૩૦૦૦ એમએએચ બેટરીની સાથે સજ્જ એરિસ્ટા કંપની દ્વારા સ્માર્ટ પર્સ માર્કેટમાં લાવ્યા બાદ તમામ લોકોમાં તેની ચર્ચા જોવા મળી રહી છે. આ ઉપરાંત પણ પર્સમાં કેટલીક અન્ય ખાસ સુવિધા રહેલી છે. આ સ્માર્ટ પર્સની વિશેષતા એ છે કે તે તમારા મોબાઇલને પણ ચાર્જ કરી શકે છે. એટલુ જ નહીં બલ્કે જો તમે તમારા પર્સને કોઇ જગ્યાએ ભુલી ગયા છો તો તે પર્સ આપના સ્માર્ટ ફોન પર નોટિફિકેશન આપશે. એરિસ્ટા કંપની નેઇટાલિયન લેઘરથી બનેલ પર્સને માર્કેટમાં મુકી ચુકી છે. આ એક સ્માર્ટ પર્સ તરીકે છે. આમાં તમારા પૈસા અને પોતાના એટીએમ અને ક્રેડિટ કાર્ડને તો મુકી શકો છો પરંતુ સાથે સાથે તે પર્સ આપના સ્માર્ટ ફોન સાથે કનેક્ટ થઇ શકે છે. જો તમારા મોબાઇલ ફોનમાં બેટરી બેક અપ પ્રમાણમાં નહીંવત છે તો અને આપને હમેંશા પારવર બેંક પોતાની સાથે રાખવાની ફરજ પડે છે તો હવે પર્સ રાખી લીધા બાદ આ પ્રકારના પાવર બેંકને સાથે રાખવાની કોઇ જરૂર રહેશે નહી. આ પર્સની અંદર જ ત્રણ પ્રકારના ચાર્જિંગ કેબલ લાગેલા છે. જેની મદદથી તમે તમારા સ્માર્ટ ફોનને ચાર્જ કરી શકો છો.
સાથે સાથે તમે એન્ડ્રોઇડ અને એપ્પલ મોબાઇલની સાથે ટેબને ચાર્જ કરી શકો છો. જો તમને પર્સ ભુલી જવાની ટેવ પડેલી છે તો હવે તમને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે આ પર્સ આપના સ્માર્ટ ફોનમાં એલાર્મ વગાડી દે છે. આ ઉપરાંત જો કોઇ આપના પર્સને ચોરી કરે છે તો પણ એલાર્મની મદદથી તે આપને સાવધાન કરી શકે છે. આમાં ટુવે એન્ટી લોસ્ટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેની મદદથી તમે પર્સને ટ્રેક કરી શકો છો. આની મદદથી તમે પર્સની લાસ્ટ લોકેશનને ઓળખી શકો છો. એટલુ જ નહીં બલ્કે જો આપના મોબાઇલમાં નેટવર્ક આવતુ નથી તો પણ તેની ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે પર્સની અંદર વાય ફાય હોટસ્પોટ સ્થાપિત કરવામાં આવેલા છે.
પર્સને એમેઝોન પરથી મંગાવી શકાય છે. પર્સની કિંમત હાલમાં ૬૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. સાથે સાથે પર્સની વોરંટી પણ રાખવામાં આવી છે. આવનાર દિવસોમાં આ પર્સ તમામને વધારે આકર્ષિત કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પર્સના સંબંધમાં કેટલાક લોકો તરફથી મત મળી રહ્યા છે. આ પર્સ સામાન્ય પર્સ નહીં હોવાના દાવા તો તમામ કરી રહ્યા છે પરંતુ કંપનીનુ કહેવુ છે કે જો આનો ઉપયોગ કરવામાં આવશે તે તે કેટલીક મોટી સમસ્યા અને હેરાનગતિથી બચાવી શકે છે. લોકોને વધુને વધુ સુવિધા સરળ રીતે મળે તે દિશામાં જુદી જુદી કંપનીઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમાં સફળતા પણ મળી રહી છે. સ્માર્ટ પર્સ પણ આ દિશામાં એક કડી તરીકે છે. જે કેટલીક ચીજો સાથે રાખવાના ટેન્શનને દુર કરશે.
જો કે કિંમતને લઇને સવાલ થઇ રહ્યા છે. જો કે તેની સુવિધા જોતા આ કિંમત વધારે નહીં હોવાની વાત પણ કેટલીક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે.
આવનાર સમયમાં આ પ્રકારના સ્માર્ટ પર્સની બોલબાલા વધશે તેમ કંપની માને છે. તેમનુ કહેવુ છે કે આનાથી ચોરીની બાબતને પણ રોકી શકાશે. મેન્યુફેકચરિંગ વોરંટી પણ પર્સ સાથે રહેલી છે જેથી પર્સને લઇને ચિંતા કરવાની પણ જરૂર નથી.