એક બુંદ તેલથી સ્કીનને લાભ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઠંડીના દિવસોમાં નારિયેળ તેલ સ્કીનને સૌથી વધારે નમી પ્રદાન કરે છે. જેથી સામાન્ય લોકો હમેંશા ઠંડીના દિવસોમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. નારિયેળ તેલ રોજ રાત્રે સુઇ જતી વેળા  લગાવી દેવાથી ફાયદો થાય છે. આના કારણે સ્કીન ખુબસુરત બને છે. જે લોકોને સ્કીનને લઇને કેટલીક સમસ્યા છે તેમને પણ નારિયેળ તેલ લગાવવા માટેની સલાહ આપવામાં આવે છે. જો કે કેટલાક લોકોને નારિયેળ તેલથી એલર્જી હોય છે.

જો તમને નારિયેળ તેલથી કોઇ એલર્જી  હોય છે તો તકલીફ હોય છે. ઓલિવ ઓયલ અથવા તો કોકુમ ઓયલનો ઉપયોગ કરી શકે છે. આ બંને તેલ ખુબ હળવા હોય છે. સ્કીનમાં નુકસાન કરતા નથી. આના કારણે સ્કીન સોફ્ટ બને છે. નિષ્ણાંત લોકો કહે છે કે જ્યારે અમે ઠંડીના દિવસોમાં બહાર જઇએ છીએ ત્યારે તાપની સીધી રોશની આપની સ્કીન પર પડે છે. જેના કારણે સનબર્ન થાય છે. આવી સ્થિતિમાં જો આપની પાસે સનસ્ક્રીન નથી તો ઘરમાંથી કેટલીક બુન્દો નારિયેળ તેલ પોતાની સ્કીન અને શીરના ખુલ્લા ભાગમાં લગાવીને બહાર નિકળવાની જરૂર હોય છે. આના કારણે સ્કીનમાં બળતરા થતા નથી. સાથે સાથે આપને કોઇ પણ પ્રકારના સનસ્ક્રીન લગાવવાની પણ જરૂર રહેશે નહી. નારિયેળ તેલ ક્લીન્જરની જેમ જ કામ કરે છે. સનસ્ક્રીન લોશનની જેમ તે કામ કરે છે.

Share This Article