સ્કીન કેન્સરને રોકવા માટે તબીબી અને વૈજ્ઞાનિક સ્થળે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમા ઘણી સફળતા હાથ પણ લાગી છે. હવે આ દિશામાં આગળ વધીને ટૂંક સમયમાં જ વધુ મોટી સફળતા મળવાની શક્યતા છે. સ્કીન કેન્સરની સારવાર હવે નજીકના ભવિષ્યમાં માત્ર એક ગોળી ખાવાથી થઈ શકશે. વૈજ્ઞાનિકોએ એક એવી દવા બનાવી હોવાનો દાવો કર્યો છે જે લોકોમાં સનબર્નના કારણે થયેલા નુકશાન દૂર કરીને બીમારીના ફેલાવાને રોકી શકશે.
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના નેતૃત્વમાં એક આતંરરાષ્ટ્રીય ટીમે આ મામલામાં અભ્યાસ કરીને ઘણી બધી બાબતો શોધી કાઢી છે. પશુ પક્ષીઓ કઈ રીતે સૂર્યના નુકશાનકારક કિરણોથી પોતાને બચાવે છે. આ શોધથી હવે એક એવી દવા વિકસિત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે જે સનબર્ગના કારણે થનાર બિમારી દૂર કરશે. સૌથી જીવલેણ કેન્સર પૈકીના એક તરીકે ગણાતા સ્કીન કેન્સર સામે લોકોને રક્ષણ મળી શકશે. ડેલી એક્સપ્રેસમાં આ મુજબના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
હકીકતમાં દસ વર્ષના અભ્યાસ બાદ શોધ કરનાર ટુકડી આ તારણ ઉપર પહોંચી છે કે કઈ રીતે તાપના કિરણોની માઠી અસર થાય છે અને કઈ રીતે તેને રોકી શકાય છે. સામાન્ય રીતે અમારી સ્કીન જ્યારે પણ સનબર્ગનો શિકાર થાય છે ત્યારે મોટા ભાગની સ્કીન કોશિકા પોતાને વ્યવસ્થિત કરી લે છે પરંતુ ડીએનએ નુકશાનગ્રસ્ત હોવાની સ્થિતિમાં આ પ્રકારની કોશિકા દૂર થઈ જાય છે. થોડાક સમય બાદ આવી નુકશાનગ્રસ્ત સ્કીનમાં સ્કીન કેન્સર થઈ જાય છે. માનવીમાં આ પ્રકારની શોધ આગળના દિવસોમાં આશીર્વાદ સમાન બની શકે છે.