સમયનાં ચક્રની સાથે ફેશનનું ચક્ર પણ બદલાતુ રહે છે. ફરી ફરીને જૂની જૂની વસ્તુઓ નવા નવા સ્વરૂપે આવતી રહે છે. એક સમય હતો જ્યારે જ્વેલરીમાં ગોલ્ડ જ્વેલરી પહેરવી કમ્પલ્સરી જેવું હતુ. તમને કોઈ પણ મહિલા ગોલ્ડ જ્વેલરી પહેર્યાં સિવાયની ન મળે. ત્યારબાદ ડાયમન્ડનો ક્રેઝ વધ્યો. આ ક્રેઝ એટલો વધ્યો કે ડાયમન્ડને મહિલાઓના બેસ્ટ ફ્રેન્ડનું બિરુદ્ધ મળ્યુ અને પુરુષો પણ કહેવા લાગ્યા કે હિરા હૈ સદા કે લિયે…હવે પાછો સિલ્વર જ્વેલરી એટલે કે ચાંદીનાં ઘરેણાનો ટ્રેન્ડ આવ્યો છે.
ચાંદીની જ્વેલરીમાં વીધઆઉટ પોલિશ, રફ કટ અને ઓક્સોડાઈઝ પોલિશવાળી પ્યોર ચાંદી જ્વેલરી વધુ ડિમાન્ડમાં છે. તેમાં પણ કાનફુલ એટલે કે ફૂલ કવર્ડ ઈયરીંગ્સ યુવતિઓની પહેલી ચોઈસ બની રહી છે.
સિલ્વર જ્વેલરીમાં વર્ષોથી ચાલતા કોતરણીવાળા નકૂર ચાંદીના કડા સદાબહાર ફેશન છે. તો આજકાલ ડેલીકેટ કટક ડિઝાઈનનાં પોચા પણ યુવતિઓને ટ્રેન્ડ સેટર બનાવવામાં મદદ કરી રહ્યાં છે.
વર્ષોથી જે ટ્રેન્ડ હતો કે મંગળસૂત્ર તો સોનાનું જ હોય તેમાં પણ હવે સિલ્વર જ્વેલરીએ પગપેસારો કર્યો છે. આ મંગળસૂત્ર ડેલીકેટ પણ હોય છે અને ઈયરીંગ સેટ સાથે પણ મળી રહે છે. આ પ્રકારનાં મંગળસૂત્ર તમે દરેક ડ્રેસ સાથે મેચ કરી શકો છો.
આ પ્રકારનાં સિલ્વર સેટ એથનિક વેર પર પરફેક્ટ લૂક આપશે. તો રાહ શેની જુઓ છો….હવે તમે પણ સિલ્વર જ્વેલરી પહેરીને ટ્રેન્ડી બની શકો છો.