દેશભરમાં કાળઝાળ ગરમીનુ મોજુ ફરી વળ્યુ છે ત્યારે જુદી જુદી બિમારીનો ખતરો વધી રહ્યો છે. ગરમીમાં ફુડ પોઇઝનિંગ વધારે થાય છે. ખાસ કરીને બાળકો વધારે શિકાર થાય છે. ગરમીમાં ટાઇમ ટેબલમાં ફેરફાર થવાની સાથે જ ફુડ પોઇઝનિંગનો ખતરો વધી જાય છે. ફુડ પોઇઝનિંગ ખુબ જાખમી હોય છે. તેનાથી આરોગ્યને ખુબ નુકસાન થાય છે. આવી સ્થિતીમાં કેટલીક સાવચેતી રાખીને ભાગદોડની લાઇફમાં ફુડ પોઇઝનિંગની સમસ્યાથી બચી શકાય છે. મોટા ભાગે જ્યારે બે સિઝન એક સાથે હોય છે ત્યારે ફુડ પોઇઝનિંગ અથવા તો ખોરાકી ઝેરના મામલા સતત વધી જાય છે.
ફુડ પોઇઝનિંગ મોટા ભાગે ખાદ્ય ચીજવસ્તુઓ મારફતે થાય છે. દુષિત થઇ ગયેલી અને વધારે સમય સુધી પડેલી ચીજો અથવા તો બહારની ચીજો વધારે ખાવાના કારણે ફુડ પોઇઝનિંગની અસર થાય છે. ફુડ પોઇઝનિંગને સામાન્ય રીતે અથવા તો મેડીકલની ભાષામાં ફુડ બોર્ન ઇલનેસ પણ કહેવામાં આવે છે. દુષિત ખાદ્ય ચીજો ખાવાના કારણે આરોગ્યને લગતી તકલીફ વધતી રહે છે. ઇન્ફેક્શન જંતુ જેમ કે બેક્ટિરિયા, વાયરસ અને પરજીવી જેવા દુષણના કારણે ભોજન ખરાબ થઇ જાય છે. આ પ્રકારના ભોજનની સામાન્ય રીતે ખબર પડતી નથી અને આવી ચીજોનો ઉપયોગ કરી લેવામાં આવે છે જેથી ફુડ પોઇઝનિંગની અસર થઇ જાય છે. ઇન્ફેક્શનગ્રસ્ત જીવ અને તેના દ્વારા ફેલાવવામાં આવતા દુષણના કારણે ચીજો ખરાબ થઇ જાય છે.
ફુડ પોઇઝનિંગની સમસ્યામાં દુષિત ભોજનની અસર વ્યક્તિની વય, આરોગ્ય અને ઇન્ફેક્શનના પ્રકાર તેમજ ઇન્ફેક્શનની અસર પર તમામ બાબતો આધારિત રહે છે. રોગ પ્રતિકારક ક્ષમતા સંપૂર્ણપણે ન હોવાના કારણે તેમા કોઇ પણ પ્રકારના ઇન્ફેક્શનની અસર વધારે રહે છે. જેથી તેમાં રોગનો ખતરો પણ વધી જાય છે. સામાન્ય રીતે જે લોકો રોગ પ્રતિકારક ક્ષમતા પ્રમાણમાં ઓછી ધરાવે છે તે લોકોને ઇન્ફેક્શનની અસર સૌથી વધારે થાય છે. મોટી વયના લોકોમાં આ તકલીફ સૌથી વધારે થાય છે. કારણ કે તેમનામાં રોગ પ્રતિકારક ક્ષમતા ધીમે ધીમે ઓછી થઇ જાય છે. મોટી વયના લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા યુવા લોકોની તુલનામાં ખુબ ઓછી રહે છે. આ લોકો પર ઇન્ફેક્શનની અસર સૌથી વધારે થાય છે. સગર્ભા મહિલાઓમાં પણ ઇન્ફેક્શનની અસર સૌથી વધારે થાય છે. ડાયબિટીસ, લિવર સંબંધિત રોગ અને એઇડ્સ જેવી બિમારથી ગ્રસ્ત લોકોમાં પણ ફુડ પોઇઝનિંગની સમસ્યા હોઇ શકે છે. આ ઉપરાંત જે લોકો કેન્સરની સારવાર માટે કિમિયોથેરાપી અને રેડિએશન થેરાપી લઇ રહ્યા છે અથવા તો લઇ ચુક્યા છે તે લોકોમાં પણ આની અસર થઇ શકે છે. રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોવાના કારણે કોઇ પણ બિમારી તરત જ અસર કરી જાય છે.
સાવધાની અને બચાવ જ સારવારના રૂપ તરીકે છે. ફુડ પોઇઝનિંગ થવાની અસર હેઠળ પેટમાં જારદાર દુખાવો રહે છે. સતત ઉલ્ટી થાય છે. નબળાઇનો અનુભવ થાય છે. ચક્કર આવવાની પણ દર્દી ફરિયાદ કરે છે. ફુડ પોઇઝનિંગની સમસ્યા થવા માટે મુખ્ય રીતે ત્રણ કારણો જવાબદાર રહે છે. બેક્ટિરિયાના લીધે સૌથી વધારે અસર થાય છે. ફુડ પોઇઝનિંગ થવા માટે બેક્ટિરિયા સૌથી પ્રચલિત કારણ પૈકી એક છે. તેમાં ઇ-કોલાઇ, લિક્ટોરિયા, સાલ્મૌનેલા જેવી સમસ્યાને ફેલાવનાર સૌથી મુખ્ય બેક્ટિરિયા છે. પરજીવીના કારણ પણ ફુડ પોઇઝનિંગ થાય છે. આના કારણે ફુડ પોઇઝનિંગ થવાની બાબત સામાન્ય બાબત નથી. જા કે ભોજનના કારણે ફેલાતા પરજીવા ખુબ જ ખતરનાક હોય છે. આ પાચનતંત્રમાં વર્ષો સુધી રહી શકે છે. તેમની ઓળખ કરવાની કામગીરી થોડીક મુશ્કેલી ભરેલી રહે છે. કમજાર રોગ પ્રતિકારક ક્ષમતાવાળા લોકો અને સગર્ભા મહિલાઓના આંતરડામાં પરજીવાના કારણે ખુબ નુકસાન થઇ શકે છે. વાયરસના લીધે પણ ફુડપોઇઝનિંગ થઇ જાય છે. આના માટે નોરો વાયરસ સૌથી સામાન્ય હોય છે.
આ ઉપરાંત સેપોવાયરસસ, રોટા વાયરસ અને એસ્ટ્રો વાયરસ પણ ફુડ પોઇઝનિંગની અસર કરે છે. લિવરને પ્રભાવિત કરનારપ હેપેટાઇટીસ એ તથા ઇ પણ એક ગંભીર બિમારી તરીકે છે. ફુડ પોઇઝનિંગથી બચવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો બચી શકાય છે. શુદ્ધ અને ગરમ ભોજન તરફ વધારે પ્રાથમિકતા રાખવી જોઇએ. સાથે સાથે બહારની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જાઇએ નહી. ભોજનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. માર્કેટમાં ઉપલબ્ધ રહેલી ચીજ વસ્તુઓ મોટા ભાગે ટાળવામાં આવે તે પણ જરૂરી છે. ભોજન કરતા પહેલા હાથ ખુબ સારી રીતે ધોઇ કાઢવા જોઇએ.