શું તમે સલાડ ખાવ છો ? જો નથી ખાતા તો આજથી જ તમારા ભાણામાં સલાડ ઉમેરી દો, કારણકે સલાડના એટલા બધા ફાયદા છે જેનાથી તમારુ શરીર સ્વસ્થ રહેશે.દરેક સલાડના અલગ ફાયદા છે.ઘણા લોકો એટલા વ્યસ્ત હોય છે કે જમવામાં પણ તેઓ ઉતાવળ કરે છે અને વધુ પડતા કામ કરવાને કારણે બિમાર પડી જાય છે. તો તેવા દરેક લોકોએ જમવાની સાથે સલાડ અચૂક ખાવુ જોઇએ.
સામાન્ય રીતે આપણે સલાડમાં ડુંગળી,ટામેટા કાકડી કે ગાજરનો ઉપયોગ કરતા હોઇએ છીએ, અને આ જ સલાડ તમરા શરીરને સ્વસ્થ રાખવામાં તમારી મદદ કરે છે.
ટામેટા– ટામેટામાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેનાથી પાચનશક્તિ સારી રહે છે. આ સિવાય બ્લડપ્રેશર અને કબજીયાતમાં પણ ટામેટા લાભદાયી છે.
લીંબુ– લીંબુ સલાડ ઉપર નીચોવીને ખાવુ જોઇએ જેનાથી સલાડ સ્વાદિષ્ટ બને છે. લીંબુમાં વિટામીન સી ભરપૂર હોય છે જેનાથી સ્કવી રોગમાં ફાયદો થાય છે.
ગાજર– ગાજર ખાવાથી હિમોગ્લોબીન વધે છે. આંખોની રોશની વધારવામાં પણ ગાજર મદદરૂપ થાય છે. ચહેરા પરના ડાઘ ધબ્બા પણ ગાજર ખાવાથી દુર થાય છે.
ડુંગળી– ડુંગળીના સલાડથી ભૂખ વધે છે. ડુંગળી ત્વચાના રોગ અને પેટના રોગમાં રાહત આપે છે. ડુંગળી ખાવાથી આંખોની જ્યોતિ પણ વધે છે.
કાકડી– કાકડીમાં ભરપૂર પ્રમાણમાં પોટેશુયમ હોય છે. કાકડી આપણા શરીરમાં બ્લડપ્રેશર ઉપર કંટ્રોલ રાખે છે. તેનું સેવન કરવાથી પાચન પણ સારુ થાય છે.
સલાડ ખાવાના ખૂબ ફાયદા છે. જમવાની સાથે એક વાર તો અચૂક સલાડ ખાવું જોઇએ. જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરમાં સ્ફૂર્તી રહે છે.