પાલડીયા કોર્પોરેશનમાંથી રૂા.૮૦ લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ માલ જપ્ત કરાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તંત્રને ૬ જૂન ૨૦૧૮ના રોજ મળેલી માહિતી અનુસાર ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં જીરૂમાં ભેળસેળ કરવા બદલ પાલડીયા કોર્પોરેશનમાંથી રૂા.૮૦.,૦૮,૦૦૦થી વધુ કિંમતનો શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ ભેળસેળિયા જીરૂમાંથી નમૂના લઇને ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં  આવ્યા છે. 

માહિતી આપતા ફૂડ કમિશનરે કહ્યું હતું કે, મળેલી માહિતી મુજબ  વાહન નં.જીજે-૧૨-બીટી-૧૯૧૦ તથા જીજે-૧૨-બીટી-૦૫૬૮ના મોટા કન્ટેઇનરમાં ભેળસેળીયુ જીરૂ એક્ષપોર્ટ કરવા માટે મુંદ્રા પોર્ટ તરફ જઇ રહ્યું છે અને હાલ તે કન્ટેઇનર પાટણ  જિલ્લામાં છે. આથી ડેઝીગ્નેટેડ ઓફિસર પાટણની ટીમ તે સ્થળે પહોંચીને જરૂરી તપાસ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે, કન્ટેઇનરમાં રહેલો માલ મે. પાલડીયા કોર્પોરેશન, બ્રાહ્મણવાડા તા. ઉંઝાના માલિક ભરતભાઇ જગદીશભાઇ પટેલની માલિકીનો છે અને તેઓ આ માલ ઇજીપ્ત દેશમાં એક્ષપોર્ટ કરવા માટે મોકલી રહ્યા છે.

ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જીરૂ ભરેલી બેગો ખોલાવીને જોતા પ્રથમ દ્રષ્ટિએ જ તે માલમાં મોટા પાયે ભેળસેળ કરેલ હોવાનું જણાતા લોકલ ક્રાઇમ પોલીસની મદદથી બંને કન્ટેઇનરને ભરતભાઇ જગદીશભાઇ પટેલની માલિકીના ગોડાઉન મે. પાલડીયા કોર્પોરેશન, બ્રાહ્મણવાડા તા. ઉંઝા-સિદ્ધપુર હાઇવે ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ૨૮૦ ગુણમાં ૫૨૦૦૦ કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળયુક્ત જીરૂ જપ્ત કરવામાં આવ્યું હતું.  આ બંને કન્ટેઇનરમાંથી જીરૂના નમુના લઇ પ્રયોગશાળામાં વધુ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

Share This Article