વેલેન્ટાઈનનો સમય એટલે લાગણીઓમાં ભીંજાવાનો સમય. તેમાં પણ વિવિધ ડે. આજથી શરૂઆત થાય છે આ ઉત્સવનો. આજે છે રોઝ ડે. તો જાણીએ કઈ લાગણી માટે કેવા કલરનાં ગુલાબ અપાય છે.

રેડ રોઝ- પ્રેમની લાગણી હોય ત્યારે તમે તમારા પ્રેમીજનને રેડ રોઝ આપી શકો.

યલ્લો રોઝ- મિત્રતાની લાગણી હોય અને કોઈની સાથે ફ્રેન્ડશીપ કરવી હોય અથવા તો તમારા ફ્રેન્ડ હોય તેને તમે પીળા રંગનું ગુલાબ આપી શકો છો.

વ્હાઈટ રોઝ- જૂના ઝઘડા કે વેર ભૂલાવીને નવી શરૂઆત કરવા માટે શાંતિનાં પ્રતિક એવા સફેદ કલરનાં ગુલાબ આપીને પોતાની લાગણી વ્યક્ત કરી શકાય છે.

બન્ચ ઓફ રોઝ(બુકે)- કોઈનું સન્માન કરવા માટે વિવિધ રંગનાં ગુલાબનો ગુલદસ્તો આપવામાં આવે છે.
