નિરમા એન્જીનીયરીંગ દ્વારા આયોજિત ઇવેન્ટમા રિયા સુબોધે લગાવ્યા ચાર ચાંદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સીટીના એન્જીનીયરીંગ છાત્રો એ ગત અઠવાડિયે એક ફ્રેશર્સ પાર્ટી નું આયોજન કર્યું હતું અને તેમાં એમ ટીવીની જાણીતી મોડલ અને મુવી એક્ટર રિયા સુબોધે મુંબઈ થી આવી અને ઇવેન્ટ માં ચાર ચાંદ લગાવ્યા હતા.
IMG 0343 e1535056068178
આ ઇવેન્ટ સિંધુ ભવન માર્ગ ઉપર એક ક્લબ માં આયોજિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટ દરમિયાન રિયા સુબોધ દ્વારા  વિદ્યાર્થીઓને રેમ્પ વોક ની ટિપ્સ આપી અને રેમ્પ વોકને શોને જજ પણ કરવામાં આવ્યો હતો. તેના વિજેતાઓ ને આયોજકો તરફથી પ્રાઈઝ પણ આપવામા આવી હતી.
IMG 0143 e1535056098862
આ ઇવેન્ટ માં ફોટોગ્રાફી નિરમામા અભ્યાસ કરતા આનંદ ડોડીયા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇવેન્ટમાં એક્સલુઝિવલી ખબરપત્રી દ્વારા કવર કરવામાં આવી હતી. આ ઇવેન્ટ માટે અમદાવાદના જાણીતા બ્રાન્ડિંગ એક્સપર્ટ બ્રાન્ડપાપા (BrandPAPA) દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, આ ઇવેન્ટ માં મુખ્ય આયોજક Augen|IL² club હતા.
Share This Article