રિપોર્ટ : મહિલાની હાજરીમાં પુરુષની શક્તિ ઓછી થાય છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ન્યુયોર્ક : તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મહિલાઓ આસપાસ હોય છે અથવા તો મહિલાઓ અંગે વિચારણા પણ કરે છે ત્યારે પુરુષ મંદબુદ્ધિ બની જાય છે. કહેવાનો મતલબ એ છે કે પુરુષની વિચારવાની શક્તિ ઘટી જાય છે. ન્યુયોર્ક ડેલી ન્યૂઝમાં અભ્યાસના તારણોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મહિલાઓની હાજરીમાં કેટલાક પુરુષો તો તેઓ શું કહી રહ્યા છે તે પણ ભુલી જાય છે. જ્યારે મહિલાઓ આસપાસ હોય છે ત્યારે પુરુષો હકારાત્મક વિચાર અથવા તો પ્રત્યેક્ષ વિચાર કરી શકતા નથી. સીધી વિચારધારા તેમનામાં જતી જાય છે.

નવા અભ્યાસના તારણોને મોટાભાગના લોકોએ સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે આ બાબતને કોઈપણ નકારી શકશે નહીં. જો કે કેટલાક બુદ્ધિજીવી લોકો આ તારણ સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે મહિલાઓની આસપાસ પુરુષ સીધી રીતે વિચારણા કરી શકતો નથી તે માટે કોઈ કારણ આપવામાં આવ્યા નથી. સંશોધકોએ ટોલસ્ટોયની નવલકથામાં આપવામાં આવેલા તારણોને પણ ધ્યાનમાં લીધા છે. જેમાં પુરુષના પાત્ર અંગે કહેવામાં આવ્યું છે કે પુરુષ મહિલાઓના મામલામાં ખૂબ જ ગંભીર બની જાય છે. કેટલાક કિસ્સાઓમાં તે વાસ્તવિક્તામાં પણ રજુ કરવામાં ખચકાટ અનુભવે છે.

જો મહિલાઓ આકર્ષક અને ખૂબસુરત હોય તો પુરુષ હમેશા તેને ઇન્ટરેસ્ટ કરવાના પ્રયાસ કરે છે. વાસ્તવિક જીવનમાં પણ આવું જ બને છે. પ્રયોગ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને આ કવાયત દરમિયાન લીપ રિડીંગ ટાસ્ક માટે કહેવમાં આવ્યું હતું

Share This Article