અમદાવાદ : અભૂતપૂર્વ ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. રથયાત્રામાં લાખો લોકો જાડાવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. જુદા જુદા અખાડાઓ છેલ્લા ઘણા દિવસથી તેમની તૈયારીમાં લાગેલા હતા. ઐતિહાસિક જમાલપુર મંદિર ખાતે બિરાજમાન જગન્નાથજી તેમના ભાઇ બલભ્રદ્ધ અને બહેન સુભદ્રાની સાથે શહેરીજનોને મળવા માટે પરંપરાગત રીતે એક દિવસની યાત્રાએ નિકળનાર છે.
- રથયાત્રાને લઇને સમગ્ર અમદાવાદ છાવણીમાં ફેરવી દેવાયું
- રથયાત્રામાં ૧૯ ગજરાજ સંપૂર્ણપણે શૃણગારીને ઉતારવામા ંઆવનાર છે
- ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવતી ૧૦૧ ટ્રક અને ૩૦ અખાડા રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે
- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ પરંપરાગત રીતે પહીંદવિધી કરાવીને રથયાત્રાની શરૂઆત કરાવશે
- રથયાત્રા પર ડ્રોન મારફતે પણ ચાંપતી નજર રાખવા તંત્ર સજ્જ બન્યુ છે
- રથયાત્રા રૂટ ઉપર તમામ જગ્યાએ સીસીટીવી કેમેરાથી પણ લોકોની અવરજવર પર નજર રાખવામાં આવનાર છે
- મુખ્ય કંટ્રોલરૂમની વીડિયો દિવાલ ઉપર આ કેમેરાના લાઈવફીડ જાઈ શકાશે
- રથયાત્રા કોઈપણ જગ્યાએથી ક્યાં પહોંચી છે તે અંગે જાણવા પીસીઆર વાન રહેશે
- દરેક ૧૦ ટ્રક બાદ એક વાન ગોઠવાશે
- જીપીએસ સિસ્ટમથી નિયમિત આધારે એસએમએસથી અધિકારીઓને સંપર્કમાં રખાશે
- અમદાવાદ રથયાત્રાને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે
- રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે હજારો સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે
- રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે
- પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી
- હજારો લોકોને રાજ્યભરમાં પહેલાથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે
- રાજ્યમાં કુલ ૧૬૪ સ્થળથી રથયાત્રા નિકળનાર છે
- ૩૦૦૦૦ કિલો મગ પ્રસાદ શ્રદ્ધાળુઓ માટે રહેશે
- ૫૦૦ કિલો જાબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને બદામ પ્રસાદ રહેશે
- બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવનાર છે
- રથયાત્રા નિકળતા પહેલા સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવનાર છે
- ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય પ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ખાસ હાજરી આપશે.