પવિત્ર રમઝાનમાં લોકો ઈબાદતમાં મશગૂલ છે, સાથે સાથે યુવતિઓને એ પણ ચિંતા સતાવી રહી છે કે આ સમયે પોતે કેવા ડ્રેસ પહેરે કે જેનાથી તે બધામાં છવાઈ જાય. તો હવે તેમને આ ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમને જાણવા મળશે કે આ વર્ષે રમઝાનમાં શું ટ્રેન્ડમાં છે.
આ વર્ષે રમઝાન સ્પેશિયલમાં લોન્ગ કૂર્તિ સાથે પ્લાઝો ટ્રેન્ડમાં છે. આ સિઝનમાં લાઈટ અને પેસ્ટલ કલર ઈન ડિમાન્ડ છે. તેમાં પણ હેન્ડવર્ક વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. સ્ટ્રેટફિટીંગ લોન્ગ કૂર્તી સાથે વર્ક પ્લાઝોમાં આપ ટ્રેડિશનલ લૂક મેળવી શકશો.
જે લોકોને બહુ હેવી વર્ક પસંદ ન હોય તે કૂર્તિ સાથે સિમ્પલ લિનન પ્લાઝો, નેટ, લખનવી વર્ક કે ચિકનકારીવર્કવાળા પ્લાઝો પણ મેચ કરી શકે છે.
રમઝાન કલેક્શનમાં આ વર્ષે તમને એમ્રોડરી લોન્ગ કૂર્તિ સાથે પ્લાઝો સિવાય પેન્સિલ પેન્ટ પણ જોવા મળશે. આ પ્રકારનું લૂક તમને એલિગન્સ પ્રોફાઈલ આપશે.