અમદાવાદ : આજે દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ, સુરત, ઉમરગામ, ભરૂચ સહિતના પંથકોમાં બારેમેઘ ખાંગા થયા હતા. ખંભાત, ઓલપાડ, ઉમરગામ સહિતના પંથકોમાં ૧૪-૧૫ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ ખાબકતાં આટલા ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી ૩૬ કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ માર્ગદર્શિકા જારી કરી છે. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા પણ, આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવતાં બારડોલી-વાંસદા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.
આ સિવાય પણ દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓ બે કાંઠે અને પૂરની સ્થિતિમાં જાવા મળી હતી. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના વરસાદના આંકડા મુજબ, આજે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં ૩૦૧ મિમિ એટલે કે ૧૨ ઈંચ, આણંદના ખંભાતમાં ૩૩૭ મિમિ એટલે કે ૧૩.૫ ઈંચ, જ્યારે સુરતના ઉમરપાડામાં ૨૧૦ મિમિ એટલે કે ૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં ખંભાતમાં બપોરના ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં જ ૧૭૯ મિમિ એટલે કે બે કલાકમાં જ ૭ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના ઓલપાડમાં સવારના ૮ થી ૧૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ૨૦૯ મિમિ એટલે કે ૮ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ પછીના કલાકોમાં આ તમામ વિસ્તારો અને પંથકોમાં વરસાદનું જાર વધ્યુ હતુ અને તે પંદર ઇંચ સુધી સરેરાશ નોંધાયો હતો. જેના કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ ઉપરાંત ધરમપુરમાં ૧૩૭ મિમિ, વઘઈ, ૧૩૩ મિમિ, હાંસોટ ૧૨૫ મિમિ, વાપી ૧૨૦ મિમિ, માંગરોળમાં ૧૧૬ મિમિ, કામરેજમાં ૧૧૫ મિમિ, કપરાડામાં ૧૧૫ મિમિ, સુરત શહેરમાં ૧૧૪ મિમિ અને કપડવંજમાં ૧૦૧ મિમિ વરસાદ વરસ્યો હતો. રાજ્યના જળ સંપત્તિ વિભાગ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૫૨ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો.
જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર-૨ માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેક પાણીની આવકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર-૨ માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેક પાણીની આવકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.