અમદાવાદ : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઇ હવે ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે કારણ કે, જા માવઠું થાય કે હળવો વરસાદ પણ પડે તો તેમના ઘઉં, વરિયાળી, જીરૂ, મકાઇ સહિતના પાકને ગંભીર નુકસાન થાય તેમ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે વહેલી સવારથી જ અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના રાજયના મોટાભાગના વિસ્તારોમા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયુ વાતાવરણ છવાઇ જવાના કારણે શહેર સહિત રાજયના પ્રજાજનોને ગરમીમાંથી એકંદરે રાહત મળી હતી પરંતુ કયાંક તો, એકદમ વાદળછાયુ અને કાળા ડિંબાગ વાદળો સાથે માવઠાની Âસ્થતિ બનતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં આવેલા પલટા અને હવામાનમાં નોંધાયેલા ફેરફારના કારણે આવતીકાલે ઉત્તર ગુજરાત સહિતના રાજયના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ કે માવઠાની આગાહી કરી છે, જેને લઇ રાજયભરના ખેડૂતો વધુ ચિંતામાં મૂકાયા છે કારણ કે, જા તેમ થાય તો, ઘઉં, વરિયાળી, જીરૂ, મકાઇ સહિતના પાકને ગંભીર નુકસાન થાય અને તેમની મહેનત પર પાણી ફરી વળે તેમ છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાતાં સરકાર પણ ખેડૂતોના પાકના નુકસાનની દહેશતને લઇ ચિંતામાં મૂકાઇ છે. જો વરસાદ પડે તો મોટા ભાગના પાકોને નુકસાન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તાપમાન ઓછું રહેવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યકત કરી છે. કચ્છના કેટલાક ભાગોમાં આજે હળવો વરસાદ પણ થયો હતો. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૫.૪ ડિગ્રી રહ્યું હતું. ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે. આજે અનેક ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા પડ્યા હતા. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં પણ સવારથી જ જારદાર વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને વાદળા ઘેરાયેલા રહ્યા હતા. હળવા છાંટા પણ પડ્યા હતા. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ છે જેની અસર આજે જાવા મળી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૧થી લઇને ૩૨ ડિગ્રી વચ્ચે રહ્યું હતું. વડોદરામાં સૌથી વધુ ૩૩.૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.