ઇન્ટિરિયર આર્કિટેકચર માટે કેટલીક લાયકાત જરૂરી હોય છે. નિષ્ણાંતો અને કેરિયર સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે જો તમે બીઆર્કમાં પ્રવેશ લેવા માટે ઇચ્છુક છો તો ધોરણા ૧૨માં ઓછામાં ઓછા ૫૫ ટકા માર્ક કહે તે જરૂરી છે. સાથે સાથે ગણિત વિષય તમારી પાસે હોય તે શરત રહેલી છે. દેશભરના એનઆઈટીમાં આર્કિટેકચરના ડિગ્રી કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં પ્રવેશ પરીક્ષા મારફતે પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાને પાસ કર્યા બાદ ક્વાલિફાય થયા પછી ઉપર દર્શાવવામાં આવેલી કોઇ શાખામાં પ્રવેશ મેળવી શકે છે. બીઆર્ક કરવામાં આવ્યા બાદ એમઆર્ક પણ કરી શકે છે.
અથવા તો સીધી રીતે નોકરી પણ કરી શકો છો. જો તમે ડિપ્લોમા કોર્સ કરવા માટે ઇચ્છુક છો તો દસમા ધોરણ બાદ પોલિટેકનિક કોલેજમાં ત્રણ વર્ષ માટે ડિપ્લોમાં કોર્સમાં પ્રવેશ લઇ શકો છો. નિષ્ણાંત લોકો કહે છે કે ઇન્ટિરિયર આર્કિટેકચરમાં ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરને મળીને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમાં કહેવામાં આવે છે કે બિલ્ડિંગના ઇન્ટિરિયરને આર્કિટેકચરથી કઇ રીતે વિકસિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ડિઝાઇનની સાથે સાથે આર્કિટેકચર તેમજ બિલ્ડિંગના ડિઝાઇન મામલે સમજાવવામાં આવે છે. જેથી જો જરૂર પડે તો તે વર્તમાન ઇમારતને નવા રંગ રૂપમાં રજૂ કરી શકે.
ઇન્ટિરિયર ડિઝાઇનર અતવા તો ઇન્ટિરિયર ડેકોરેટરનુ કામ ઉપલબ્ધ રહેલી જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. ઉપલબ્ધ જગ્યાનો વધુને વધુ આકર્ષક રીતે ઉપયોગ કઇ રીતે કરવામાં આવે તે બાબત ઉપયોગી રહે છે. આના માટે જરૂરી છે કે ઇન્ટિરિયર ડિઝાઇનરને લેઆઉટ કરવામાં માસ્ટરી હોય. તેને કલર સ્કીમ્સ અને કોમ્બિનેશનની પૂર્ણ માહિતી હોય તેમજ સારી પ્લાનિંગ પણ કરી શકે તેવા હોય . દિવાળ, છત અને ફર્શ પર પોતાની કુશળતા સાથે તેને આકર્ષક બનાવવાની કુશળતા તેમાં હોવી જોઇએ.