” મારા વ્હાલા ડેડી જી…!”
મારા જન્મ વખતે મારી હાજરી અચૂક હતી.આપના ઘરે.પણ હું સમજુ નહતી. માટે મને યાદ નથી.મારા જન્મ દિવસ નો પ્રસંગ.. પણ હા પછીના દરેક વર્ષે તમે મારો હેપ્પી બર્થડે ઉજવતા તે યાદ છે..મારા વ્હાલા ડેડીજી હું નારાજ છું.! તમારાથી કેમકે તમે મને જિંદગીમાં અવારનવાર મૂર્ખ બનાવી છે.
તમને યાદ છે મને ચોકલેટ બહુજ ભાવતી હતી.? મોટી દિદ્દા નો જન્મ દિવસ હતો? અને તે ચોકલેટનો આખો બોક્સ લાવી હતી.ફ્રીજમાં મુકેલો.તેને મને એક ચોકલેટ આપી હતી.બાકીની તેની બહેનપણીઓ અને બીજા લોકો માટે રાખી હતી.પણ હું અવારનવાર માગ્યા કરતી કે હજી એક ચોકલેટ આપ મને.અને પછી ગુસ્સે ભરાઈ ને તેને તમને ફરિયાદ કરેલી કે આખા દિવસમાં ઘણી વાર ચોકલેટ માગ્યા કરે છે.તેને મેં આપી તો ખરા! પણ હજી તે માગ્યા કરે છે.ત્યારે તમે દિદ્દા પર ગુસ્સો કરતા કહ્યું હતું કે તો એમાં શું થઈ ગયું.મને નથી ભાવતી ચોકલેટ તું મારા ભાગની ચોકલેટ મારી વ્હાલી “કાવ્યા” ને આપી દે..! તમે મને કેમ મૂર્ખ બનાવી? સાચું કહો તમને ચોકલેટ નોતી ભાવતી?
તમને યાદ છે તમારો પગ દુઃખતો હતો. મારે સ્કૂલે જવાનું મોડું થતું હતું . આમ પણ મને શાળાએ જવું નોતું ગમતું. મને જે ના ગમતું હોય તે તમને ક્યારેય ગમ્યું છે? તમે ખોટું કેમ બોલ્યા હતા કે તું ગાડી લઈને જા હું તો ચાલ્યો જઈશ પગ દુઃખતો મટી ગયો છે. સાચું પગ દુઃખતો મટી ગયો હતો.તમારા વાતની ખોટાઈ ત્યારે સાબિત થઈ જ્યારે તે સોજીને દડાં જેવો થયેલો તમારો પગ મેં જોયો..
તમને ખ્યાલ છે? મોટી બધી થઈ ગઈ હું છતાં પણ કઈ ઘર કામ કરતી નહિ અને ખાલી ચા બનાવતાજ મને આવડતું હતું.તે પણ તમે થાકીને ઘરે આવો અને ફોનમાં મથતી હું મને કહો તમે બેટા, એક કપ ચા બનાવી આપને ત્યારે પરાણે હું મોઢું બગાડતા બગાડતા બનાવતી.તેમાંય જેટલું દૂધ હોઈ એટલું વેડફી નાખતી. છતાં પણ તમે ખોટું બોલતા મહેમાન સામે કે મારી વ્હાલી કાવ્યા દીકરી ચા તો જોરદારની બનાવે છે મહેમાન સામે મારો વટ પડતો..
તમને ખબર છે નોકરી કરતી હું અને પ્રથમ પગાર મેં તમને આપ્યો હતો. 4000 હજાર હતા. નોકરી કરતી ત્યારે અગાઉ થી તમારા 5 હજાર વાપરી જતી અને તમે લોકો આગળ ખોટું બોલતા. મારી વ્હાલી કાવ્યા હવે કમાવા લાગી છે.મને મહિને પગાર આપે છે.તમને ગણતરી કર્તા જ નથી આવડતી. હું વાપરી જતી અગાઉ તમારા પૈસા તેનો તો તમે હિસાબ કરતાજ નહતા.અને મારા આપેલા પૈસાજ ગણાવતા.
પ્રથમ વાર મમ્મી જી ના ખિજાવવાથી મેં રસોઈ બનાવેલી.ત્યારે નક્શાને પણ શરમાવી દે તેવી મારી બનાવેલી ભયંકર રોટલી.છતાં પણ તમે કેટલું ઝડપથી અને કેટલું બધું પ્રેમથી જમ્યા ફક્ત એટલુંજ બોલ્યા.” વાહહ રોજ આમજ રસોઈ બનાવજે.”
તમે કેટલું બધું ખોટું બોલો છો મને મૂર્ખ બનાવો છો. પણ હવે હું નાની નથી રહી.સમજુ બની ગઈ છું. તમને ખબર હતી કે મારી દીકરી શરીરે નબળી છે. તેને કામ કય આવડતું નથી . ભણવામાં પણ બહુજ પાછળ છે તો પણ તમે મને પ્રોત્સાહન આપતા રહ્યા . મને નબળી પડવાના દીધી.મારા વખાણ પણ કરતા રહ્યા.બધાની સામે.
આજે જ્યારે મને જિંદગી ઉશ્કેરે છે ત્યારે હું પણ તમારી જેમ ખોટું બોલતા શીખી ગઈ છું.ડગલેને પગલે મુસીબતોનો પ્રશ્ન આવીને ઉભો રહે છે.ત્યારે હું ખુશી ખુશી સાચો વિકલ્પ પસન્દ કરું છું. મોટી બધી મુસીબત હોવા છતાંય હું હસ્તીજ રહું છું. નબળાઈ મારી ક્યાં ચાલી ગઈ તમારું જૂઠું એટલું બધું કાર્યરત હતું કે ગમે તે પીસ્થિતિ.ગમે તે મજબૂરી ગમે તેવી ઉપાધિ સામે હું હસતા હસતા લડી લવ છું. નબળી છું તે તો તમે ભૂલવી દીધું છે મને.તમે કેટલું બધું ખોટું બોલતા અને આ ખોટું હું તમારી પાસેથી શીખી છું. પણ છતાંય ખોટું બોલવું એ પાપ છે તો પણ હું લડી લવ છું. બેફિકર હસી લવ છું. ખુશ રહું છું.જિંદગીએ ફેંકેલા ગમો ને કેચ કરી લવ છું.
મારા વહાલા ડેડી જી તમે ખોટું બોલતા હતા.કે બીમારી મોટી નથી. મક્કમ મન મોટું છે.કેન્સર ની સારવાર કરીને સાજી થઈને હું મારા હસબન્ડ અને મારા દીકરા પાસે મારા પરિવાર પાસે જઈ રહી છું. એટલે આ પત્ર લખું છું તમને કેન્સરના પોઝિટિવ રિપોર્ટ પછી પણ હું મનથી નબળી નોતી પડી.શારીરિક રીતે ઘણું સહન કર્યું મેં. કૅન્સર ની ભયંકર સારવાર લીધા પછી પણ હું નબળી નથી પડી. અને સાજી થઈને ફરી પાછી ઘર તરફ પરિવાર તરફ અને નવી જિંદગી તરફ વળું છું. તમે મને મુર્ખજ બનાવી છે.ખોટું બોલીને મને જિંદગી જીતાડી દીધી. નાનપણમાં બીમાર હું પડતી ત્યારે તમે ચિંતા જરાય કરતા નહિ. અને મને ખોટું ખોટું કહી દેતા આવી નાની નાની બીમારીથી શુ ડરવાનું એતો મટી જાય અને સાંજે લાઈટ ઓન કરી કરીને મારા રૂમમાં જોવા આવતા મને ગાઢ નિંદ્રા માં મને સૂતી જોઈ તમે જગ્યા કરતા. આવુ ખોટું બોલીને મને મૂર્ખ બનાવી.બધા કહે છે કે અને કેન્સર જેવો ભયંકર રોગ છે તોય આને કય ચિંતા કે બીકજ નથી.આ તમારા લીધે મેં મનને મક્કમ રાખ્યું અને ખોટું જ બોલ્યું કે નાની નાની બીમારીથી શુ ડરવાનું.? પણ ડેડી આજે કબર પડી કે મને જે બીમારી હતી તે કઈ નાની નોહતી. આતો તમારા ખોટ ના લીધે મેં મનમાં લીધી નહિ.અને હું સાજી થઈ ગઈ.બધા વાતો કરે છે ત્યારે ખબર પડી કે હું મોટી વિડમના માંથી પસાર થઈ ગઈ છું. હવે હું તમારું જૂઠું કોઈને કહીશ નહિ.નયતર લોકો તમને ખોટા વ્યક્તિથી ઓળખશે.. આપડા બેય વચ્ચે પિંક વાળું સિક્રેટ રહશે..
મારા વ્હાલા ડેડી જી..
આ લેટર પાછું સાચવીને મૂકી દેજો નહિતર બેય ખોટા સાબિત થશું. બાય….
લે.તમારી લાડકી કાવ્યા…
વૈશાલી. એલ.પરમાર