પ્રોમિસ ડે એટલે કોઈ પોતાનાને તેમના માટે કંઈ પણ કરવાનું કમિટ કરવાનો દિવસ. અહીં કમિટ કરવું એટલે જબરદસ્તી કોઈ વાતમાં બંધાવુ નહીં, પણ હદયની લાગણીથી, અંતરસ્ફુર્ણાથી કોઈનાં માટે કંઈ કરવાની ઈચ્છા અને તે પૂરી કરવાની તૈયારી બતાવવાનો સમય.
પ્રોમિસ ડે…દિલથી નીકળેલી ઈચ્છાને તે પૂરી જ કરીશ અને પ્રિયજન માટે આ વસ્તુ ચોક્કસ કરીશ તેવી ખાતરી આપવાનો દિવસ. પ્રેમ બધા જ કરતાં હોય છે. પ્રેમ ખાતર પણ ઘણું બધુ કરતાં હોય છે. ઘણી લાગણીઓ અને માગણીઓને પણ વાચા આપતા હોય છે. પ્રેમમાં કેટલાય સેક્રિફાઈઝ કરતા હોય પણ તેને જતાવતા ન હોય કે દર્શાવતા ન હોય. ક્યારેક અમુક લાગણીઓ પ્રિયજનને દિલાસો આપણા માટે પણ ખાતરી આપવી જરૂરી છે.
પ્રોમિસ ડે ઘણાં કપલ પોતાની સીધીસાદી અને સરળ ચાલતી લાઈફમાં પણ કંઈ નાવિન્ય ઉમેરવા માટે ઉજવતા હોય છે. એકબીજાની ખૂબી ખામીઓ જાણ્યા પછી પણ એકબીજા માટે કંઈક નવું કરવા માટે પ્રોમિસ આપીને પ્રિયજન માટેની લાગણીમાં વધારો કરતાં હોય છે.
આજકાલ બજારમાં રેડીમેડ પ્રોમિસ કાર્ડ પણ આવે છે. આપ એમાંથી કોઈ પસંદ કરીને પણ આપના પ્રિયજનને પ્રોમિસ કાર્ડ આપી શકો છો.
ખબરપત્રીના તમામ દર્શકોને રોજેરોજ નવી માહિતી આપવાના પ્રોમિસ સાથે વિશ યુ અ હેપી પ્રોમિસ ડે.