પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બાંગ્લાદેશમાં હજી ચાલી રહી છે લઘુમતીઓ પર હિંસા
ઘણી જગ્યાએથી હૃદયદ્રાવક ઘટ્‌નાઓથી બાંગ્લાદેશના હિંસક પ્રદર્શનકારીઓની ચારેબાજુ નિંદા
નવી દિલ્હી
: બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા હજી ચાલી રહી છે. હિંદુઓ અને લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર હુમલા ચાલુ છે. ઘણી જગ્યાએથી હૃદયદ્રાવક સમાચારો સામે આવી રહ્યા છે. જેના કારણે બાંગ્લાદેશના હિંસક પ્રદર્શનકારીઓની ચારેબાજુ નિંદા થઈ રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રિયંકા ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા ‘X’ પર લખ્યું છે કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત હુમલાના સમાચાર હેરાન કરે છે. ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે. અમને આશા છે કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જાે કે, વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. મોહમ્મદ યુનુસને ચીફ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મોહમ્મદ યુનુસે લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. હિંદુઓ પરના હુમલાની પણ નિંદા કરવામાં આવી છે. કેટલાક હિંદુ સંગઠનોએ તેમનો વિરોધ શરૂ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર પાસે લોકોની સુરક્ષાની માંગણી કરી છે. તેમણે લખ્યું કે ત્યાંની નવી ચૂંટાયેલી સરકાર હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ ધર્મોને અનુસરતા લોકોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરશે. ૮ ઓગસ્ટના રોજ બાંગ્લાદેશી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ૧૭ લોકો સાથે વચગાળાની સરકાર બનાવી હતી. બાંગ્લાદેશની વચગાળાની સરકારના ૧૭ સભ્યોએ ઢાકામાં એક સમારોહમાં શપથ લીધા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવા પર ૩૦૦થી વધુ ભારતીય અમેરિકનો અને બાંગ્લાદેશી મુળનો હિંદુ હ્યુસ્ટનમાં એકઠા થયા હતા. તેની સામે કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ જાે બાઈડનને પણ અપીલ કરી હતી. અમેરિકાની સાથે સાથે બાંગ્લાદેશમાં પણ હિંદુઓ રસ્તા પર ઉતરવા લાગ્યા છે. રાજધાની ઢાકામાં ભીડ એકઠી થઈ. ત્યાં તેમણે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા વિરુદ્ધ પ્રદર્શન કર્યું..

Share This Article