રાજ્યના ખેડૂતો ખરીફ પાક માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ ઉપર આગામી ૧૭ જુલાઇ-૨૦૧૮ સુધી અરજી કરી શકશે. અરજી કર્યા બાદ ૧૯ જુલાઇ-૨૦૧૮ સુધી સંબંધિત બેન્કમાં જરૂરી સાધનિક કાગળો સહિત અરજી જમા કરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ ડાંગર (પિયત), ડાંગર (બિન પિયત), બાજરી, મકાઇ, જુવાઇ, રાગી, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ (પિયત-બિનપિયત) પાક માટે આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની અંતિમ તારીખ ૧૫ જુલાઇ-૨૦૧૮ છે, પરંતુ ૧૪ અને ૧૫ જુલાઇ-૨૦૧૮ના રોજ જાહેર રજા હોઇ ઠરાવ મુજબ ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ પર ૧૭ જુલાઇ-૨૦૧૮ સુધી અરજી કરી શકશે.