પોર્ન ઇન્ડસ્ટ્રીઝના પરિણામે પ્રાઇવેટ લાઇફ ઉપર અસર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : પૂર્વ એડલ્ટ ફિલ્મ અભિનેત્રી અને વિતેલા વર્ષોમાં ભારે ચર્ચા જગાવી ચુકેલી પોર્ન સ્ટાર મિયા ખલિફાએ લાંબા સમય બાદ કેટલીક ચોંકાવનારી કબુલાત કરી છે. તેનુ કહેવુ છે કે પોર્ન ઇન્ડસ્ટ્રીઝના કારણે તેની પ્રાઇવેટ લાઇફને માઠી અસર થઇ હતી. તેનુ કહેવુ છે કે તેના પરિવારના સભ્યો પણ તેનાથી દુર  થઇ ગયા હતા. પોર્ન યુનિવર્સમાં તે સામેલ થઇ ગઇ છે તેવી માહિતી જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારના સભ્યો અને તેની આસપાસ રહેલા લોકો પણ તેનાથી દુર થઇ ગયા હતા. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં મિયા ખલિફાએ તેની અંગત લાઇફ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી.

તેનુ કહેવુ છે કે પોર્નની દુનિયામાં આવી ગયા બાદ તે દુનિયાથી અલગ થઇ ગઇ હતી. તેને ભારે અપમાનનો સામનો કરવો પડી રહ્યો હતો. તેનુ કહેવુ છે કે કેટલીક ભુલો અંગે તેને મોડેથી જાણ થઇ હતી. તે ટુંકા ગાળા માટે પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં રહી હતી. તેનુ કહેવુ છે કે સમયની સાથે તમામ સમસ્યા હળવી થતી ગઇ હતી. મિયા ખલિફા પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક મહિના સુધી જ રહી હતી. વર્ષ ૨૦૧૫માં તે પોર્નની દુનિયામાં રહી હતી. તે ખુબ ઓછી ફિલ્મમાં પોર્ન ફિલ્મમાં ચમકી હતી.

જો કે તે દુનિયાની સૌથી લોકપ્રિય પોર્ન સ્ટાર તરીકે ઉભરી આવી હતી. તે કેટલીક પોર્ન અને એડલ્ટ સાઇટ પર હાઇલી રેન્ક સ્ટાર બની ગઇ હતી. તેનુ કહેવુ છે કે જુદા જુદા કારણસર પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં તેની જેમ અન્ય યુવતિઓ પણ ફસાઇ ગઇ છે. ખલિફાના કહેવા મુજબ કેટલીક યુવતિઓ તો પહેલા સેક્સ કારોબારમાં કોઇ કારણસર ધકેલાઇ ગઇ હતી. જેથી તેને પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં આવવાની ફરજ પડી હતી. તેનુ કહેવુ છે કે અનેક યુવતિઓની લાઇફ સંપૂર્ણ પણે ખરાબ થઇ ગઇ હતી. તેનુ કહેવુ છે કે એડલ્ટઇન્ડસ્ટ્રીઝ સાથે સંબંધ તોડ્યા બાદ મિયા ખલિફાએ બુક કિપર તરીકે કામ કર્યુ હતુ.

Share This Article