ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી અમદાવાદના રસ્તા પર નીકળ્યા હતા. ચાર રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી અમદાવાદના રસ્તા પર નીકળી પડ્યા છે. જ્યાં ઠેરઠેર તેમનુ સ્વાગત કરાયુ હતુ. લોકોનુ અભિવાદન ઝીલીને તેઓ કમલમ તરફ આગળ વધી રહ્યાં હતા. ૧૦ મહિના બાદ પીએમ મોદી ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે તેમને વધાવવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમની સાથે ખુલ્લી થાર જીપમાં સવાર થઈને કેસરી ટોપી પહેરીને પીએમ મોદી જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોમાં ભારે જુસ્સો જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે દેખાયા. આખા રસ્તા પર હકડેઠઠ ભીડ જામેલી , જેમની વચ્ચેથી પસાર થઈને પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલ્યુ. સાથે વિક્ટરીની સાઈન પણ બતાવી.
તેમના સ્વાગત માટે અમદાવાદ ગાંધીનગરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. ગાંધીનગરમાં કોબા સર્કલની આસપાસ ૨ કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો . મોટી સંખ્યામાં ભાજપના છેવાડાના કાર્યકરો ગાંધીનગર પહોચી રહ્યાં છે. પીએમ મોદીના સ્વાગતમાં કોઈ ખામી રાખવામાં આવી નથી. ગુજરાતની ધરતી પર પ્રધાનમંત્રી મોદીને આવાકારવાની તૈયારીઓ અમદાવાદના રસ્તાઓ પર દેખાઈ રહી છે. ચાર રાજ્યની ચૂંટણીના વિજય બાદ પીએમના સ્વાગતમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનુ અભિવાદન કરાશે. એરપોર્ટથી કમલમ સુધીના માર્ગ પર સાંસ્કૃતિક કાર્યક્મ થકી પ્રધાનમંત્રીનુ અભિવાદન કરાશે. એરપોર્ટ થી માંડી કમલમ સુધી કુલ ૫૨ સ્ટેજ પર હાલ વિવિધ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમાં દેશની અલગ અલગ સંસ્કૃતિને કાલાકારો રજૂ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ૨ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ભવ્ય રોડ શો બાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. જેમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધન કરશે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ, ભાજપના પ્રદેશ હોદ્દેદારો સહિત સેંકડો કાર્યકરો આ સમયે ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્યની તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે સંવાદ કરશે. અંદાજે દોઢ લાખ કરતા વધુ લોકોની અહીં ઉપસ્થિતિ રહેશે. ૪ રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપનું આ ભવ્ય શક્તિ પ્રદર્શન બની રહેશે. સંમેલનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થશે. આજના સંમેલન થકી પ્રધાનમંત્રી ગુજરાતની ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. ગુજરાતમાં આવીને સૌથી પહેલા પીએમ મોદી પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લેવાના છે. ત્યારે કમલમમાં પીએમની વિશાળ રંગોળી બનાવવામા આવી છે. વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપ્યુ હતુ, તે પળને રંગોળીમાં કેદ કરાઈ છે.