અમદાવાદ : ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપપ્ણી કરી છે. મેવાણીએ કરેલા ટિ્વટમાં નરેન્દ્ર મોદી એક નાલાયક પુત્ર છે કારણ કે નોટબંધીને જસ્ટીફાઈ કરવા માટે ૯૦ વર્ષની માતાજીને લાઈનમાં ઊભી રાખે છે. મેવાણીની આ ટિ્વટથી વિવાદ સર્જાયો છે. મેવાણીએ કરેલી ટિ્વટમાં કહ્યું છે કે કૃપા માહિતી આપો કે બુદ્ધ ગયાની આજુ-બાજુમાં કોઈ કોરી શિલાલેખ છે શું? જ્યાં કન્હેયાકુમારે કીધેલી એક વાત લખવાનું મન થાય કે પ્રધાનમંત્રી એક નાલાયક પુત્ર છે કે જેમણે નોટબંધીને જસ્ટીફાઈ કરવા પોતાની ૯૦ વર્ષની માતાજીને લાઈનમાં ઉભા રાખ્યા હતા.
જિગ્નેશ મેવાણીની આ વિવાદીત ટિપ્પણીને લઇ ભાજપમાં જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ભાજપના નેતાઓએ મેવાણીના આ નિવેદન અને ટિપ્પણીને જારદાર રીતે વખોડી કાઢી તેમની આવી માનસિકતાની આકરી નિંદા કરી હતી અને મેવાણીને આ સમગ્ર મામલે માફી માંગવા તાકીદ કરી હતી. ભાજપના નેતાઓએ જણાવ્યું કે, મેવાણી જાહેરજીવનમાં સંકળાયેલા અને એક જવાબદાર ધારાસભ્ય હોવાછતાં વડાપ્રધાનની ટીકા કરવામાં ભાન ભૂલ્યા છે, જે નિંદનીય છે, વખોડવાને પાત્ર છે.