રંગોના તહેવાર હોળી અને ધુળેટીની ઉજવણી પરંપરાગતરીતે કરવામાં આવનાર છે. મનના તોફાની બાળકને ફરી જગાવી રંગોમાં ડુબી જવાનો સમય આવી ગયો છે. વિતેલો સમય ક્યારેય પરત ફરતો નથી પરંતુ પોતાની અંદર છુપાયેલી બાળપણની યાદોને તાજી કરવાનો સમય આવી ગયો છે. આમ કરીને હવે માસુમ રંગ ચોક્સપણે વિખેરી શકીએ છીએ. જાતિ અને અન્ય બાબતોને લઇને કોઇ વિખવાદ ન થાય તે પણ જરૂરી છે. હોળીના પર્વ પર ટેન્સન, ગુસ્સા અને અન્ય રીતે બદરંગ ન કરવામાં આવે તે જરૂરી છે. હોળીની ઉજવણી કરવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ખુબ જોરદાર ઉત્સાહમાં લોકો આવી ગયા છે. જો મિત્રોથી કોઇ રીતે નારાજગી છે તો આને દુર કરવામાં આવે તે જરૂરી છે.
જો જે મિત્રોથી નારાજગી છે તો મિત્રતાના એ દોરમાં જતા રહેવાની જરૂર છે જ્યારે મિત્રોથી નારાજગી હોવા છતાં પોતાના મિત્રોને મેદાનની દુર ઉભા રહીને પણ જોતા રહેતા હતા. જ્યારે તે તમારી બાજુ જુએ ત્યારે આસમાન પર જોવા લાગી જતા હતા. તેનો બોલ આપની તરફ આવવાની સ્થિતીમાં તરત જ તેને ઉઠાવીને તેના ઇશારામાં આપી દેતા હતા. જ્યારે નારાજ મિત્રો એકાએક બોલાવતા હતા ત્યારે તમામ મિત્રો ફરી ભેગા થઇ જતા હતા. વિતેલા વર્ષોની નારાજગીને દુર કરવાનો સમય આવી ગયો છે. જો કોઇ પણ કારણસર નારાજગી છે તો કોઇ પણ વાત કર્યા બાદ હોળી પર રંગોમાં રંગી જવાનો સમય છે. માફીની સાથે એ તિલકથ પણ ગળે લગાવી શકાય છે. નાનાને મનાવી રહ્યા છો તો ગળે લગાવીને રંગોનો વરસાદ રી દેવામાં આવે તો તમામ તકલીફ દુર થઇ જાય છે. કેટલાક લોકો હોળી રમવામાં માનતા નથી આવા લોકો બીજા લોકોને હોળી રમતા જોઇને ખુશ થાય છે. પરંતુ જો કોઇ વ્યક્તિએ છુપાઇ ગયેલા લોકોને પકડી પાડીને કલર લગાવી દે છે તો અથવા તો હોળી રમવા માટે બોલાવી લે છે તો તેમનાથી નારાજ થવાની કોઇ જરૂર નથી. જેમ તેમ બોલીને તેમને ભગાડી દેવાની ભુલ ક્યારેય કરવી જોઇએ નહીં. બાફપણ, મોટી વય, કિશોર હોવાની બાબત જેવા માપદંડને થોડાક સમય સુધી ભુલી જવાની જરૂર છે. આપની પાસે ગંભીર રહેવા માટે તો સમગ્ર વર્ષના ૩૬૫ દિવસો છે. એ દિવસ માટે આપને આપના મિત્રો રંગવા માટે આવે તો નારાજગી વ્યક્ત કરવાના બદલે મોજ મસ્તી સાથે મેદાનમાં ઉતરી જવામાં આવે તે જરૂરી છે. એ દિવસો આપના ચહેરાને રંગથી રંગાયેલા જાવા માટે ઇચ્છુક હોય છે. જેથી દરેક વ્યક્તિને જોઇએ કે એક દિવસ એટલે કે ધુળેટીના પર્વ પર એક દિવસ માટે પોતાના બાળપણને ફરી લાવવામાં આવે. બાળપણવાળી હોળી પૂર્ણ મસ્તી સાથે રમવાનો સમય આવી ગયો છે. રંગ ન રમો તો પણ લોકોને અને મિત્રોને ગળે લગાવો તે જરૂરી છે.
આ મેળજાળના રંગ દરેક રંગ કરતા વધારે ઘેરા હોય છે. જેથી આને ગળે મળીને પણ મનાવી શકાય છે. તહેવાર પર વધારે પડતા કામના કારણે મહિલાઓ તો ખુબ થાકી જાય છે. આવી સ્થિતીને મહિલાઓને પણ પુરતી મદદ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે મહિલાઓ વધારે પડતી થાકી જતી હોવાના કારણે તહેવારના પૂર્ણ લાભ અને મસ્તીના રંગ માણી શકતી નથી. આ વખતે મહિલાઓને પણ જોઇએ કે તે પોતાને નાની બાળકીની જેમ સમજીને પોતાને તૈયાર કરી લે. કારણ કે વર્ષમાં આ તહેવાર એક વખત આવે છે. ભોજનની પ્લેટ આપના રંગથી રંગાઇ જાય તો પણ ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે આ તહેવાર ઉજવણી કરવા માટે છે. બાળકોની સાથે સાથે મોટી વયના લોકો પણ હોળી અને ધુળેટીના દિવસે જોરદાર મોજમસ્તી સાથે ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે.નારાજ થયેલા લોકોને પણ માસુમિયતથી મનાવી લેવામાં આવે તે જરૂરી છે. આ તહેવારને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પારસ્પરિક સારા સંબંધ સ્થાપિત કરવા માટેનો છે.