અમદાવાદ : વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરુપે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આવતીકાલથી શરૂ થશે અને ૧૪મી જૂન સુધી ચાલશે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ભવનો દ્વારા વૃક્ષારોપણ કરાશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર હિમાંશુભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં નવા શૈક્ષણિક સત્રની કાર્યયોજનાના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલા જુદા જુદા અનુસ્નાતક ભવનોના અધ્યક્ષો સાથે પરામર્શ બેઠકો યોજવામાં આવી હતી.
આ બેઠકોમં હાથ ધરાયેલ કાર્યવાહી અને કાર્યયોજના અંગે ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસારે માહિતી આપતા કહ્યું હતુંકે, ગુજરાત યુનિવર્સિટીને હરિયાળી યુનિવર્સિટી બનાવવાના સંકલ્પ સાથે પાંચમી જૂનથી ૧૪મી જૂન સુધી તમામ ભવનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાશે. કોર્પોરેશન સાથે ગ્રીન અમદાવાદમાં સંકલ્પને સાકાર કરાશે.