પરફેક્ટ સ્માઈલ માટે પરફેક્ટ ફ્રૂટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફ્રૂટ બોડી હેલ્ધી અને ફિટ રાખવા મહત્વનો ફાળો આપે છે. તે ઉપરાંત આપણી ઓરલ હેલ્થ જાળવી રાખવામાં પણ તેટલા જ મદદરૂપ બને છે. આપણા ટીથ અને ગમ્સ મજબૂત અને તંદુરસ્ત બનાવા ફ્રૂટ ખુબ જરૂરી સાબિત થયા છે. જે આપણી ઓરલ હેલ્થની સુરક્ષા કરવા અને આપણી સ્માઈલને આકર્ષિત રાખવા અમુક ખાસ ફાળો શ્રેષ્ઠ પુરવાર થયા છે. તે દરેક ફળ વિશે જાણીશુ.


KP.com Strawberry

સ્ટ્રોબેરી: સ્ટ્રોબેરી વિટામિન સી બોહળા પ્રમાણમાં ધરાવે છે. વિટામિન સી કોલજન નામના અત્યંત મહત્વના પ્રોટીન બંધારણ માટે આવશ્યક છે. તેની મદદથી આપણા ગમ્સ મજબૂત બને છે. ઓરલ હેલ્થ સ્વસ્થ રાખવા પ્રાથમિક આવશ્યકતા સ્ટ્રોંગ ગમ્સ છે. હાફ કપ સ્ટ્રોબેરી આશરે 60% વિટામિન સી પૂરું પાડે છે.


કેળા: કેળાની છાલ 2 થી 3 મિનિટ દાંત પર ઘસવાથી તે દાંતને સફેદ અને સ્વચ્છ બનાવે છે. તેની છાલમાં રહેલ મિનરલ દાંત પર રહેલ દાગ દૂર કરવા મદદ કરે છે, સાથે જ પોટેશિયમ અને વિટામિન D અને કેલ્શ્યિમ દાંતના મજબૂત બંધારણ માટે ખુબજ જરૂરી છે.


નાંરગી: વિટામિન સી આપણા દાંત અને પેઢાં માટે ખુબજ જરૂરી છે. જે નારંગી પુષ્ક્ળ પ્રમાણમાં ધરાવે છે. જે આપણા પેઢાને ઇન્ફેકશન અને બેકટેરિયાથી બચાવે છે. પેઢામાંથી લોહી નીકળવું, સોજો, મોંની દુર્ગંધ વગેરે સમસ્યાઓ સામે રક્ષણ આપે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું, જયારે તમે ખટાશયુક્ત ફળો ખાવ છો ત્યારબાદ તરત જ બ્રશ અથવા મોં યોગ્ય રીતે સાફ કરી લેવું જરૂરી છે.


kp.comapple

સફરજન :સફરજનને દાંત માટે નેચરલ ટૂથબ્રશ તરીકે ઓળખાય છે. સફરજન મોંનો સલાયવા ફ્લો વધારે છે. સલાયવા દાંતનું રક્ષણ કરે છે અને સડો રોકે છે. સાથે જ દાંત મજબૂત બનાવે છે. આખા દિવસમાં એક સફરજન ખાવું સંપૂર્ણ શરીર માટે ઉત્તમ છે.


અન્ય ફૂડ : બને તેટલું પાણી પીવું. પાણી આપણા શરીરની સાથે આપણા દાંતને પણ માવજત કરે છે. દૂધ પણ દાંત માટે ખુબ લાભદાયી છે. દૂધ વિટામિન D અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણમાં ધરાવે છે. જે દાંત મજબૂત રાખવા મદદ કરે છે. ગ્રીન ટી પણ દાંતને બેક્ટેરિયામુકત રાખે છે. દાંતને અનેક નુકસાનથી બચાવે છે.

ઉપરોક્ત દરેક ફ્રૂટ આપણી સ્માઈલ સુંદર રાખવા મદદ કરશે, નિયમિત લેવાનું રાખવું.

Share This Article