લગ્ન હોય કે રીસેપ્શન, સગાઈ હોય કે પાર્ટી…આજકાલ સાડી પહેરવાનો જ ટ્રેન્ડ ચાલ્યો છે. સાડીમાં પણ ફાસ્ટ અને ટ્રેડિશનલ એમ બંને પ્રકારે પહેરાય છે. આજની યુવતિઓને એ સાડીને પણ કંઈક અલગ સ્ટાઈલમાં પહેરવી હોય છે. તેથી પેપલમ બ્લાઉઝ સાથે સાડીનું મેચઅપ લોકો કરતાં થયા છે. પેપલમ એટલે ઓલમોસ્ટ કેડિયા જેવી જ પેટર્ન, પણ તેનાં કટ અને બટન અલગ અલગ રીતે રાખી શકાય.
જ્યોર્જટ, સિન્થેટિક કે સિફોન સાડી સાથે આ પેટર્ન અને વર્કનાં પેપલમ બ્લાઉઝ વધુ સારા લાગશે.
યંગસ્ટર્સમાં સાડી સાથે પેપલમ બ્લાઉઝ પહેરવાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોટન, ખાદી તથા સિલ્કની સાડીમાં આ પેપલમ બ્લાઉઝ વધુ સુટેબલ છે.
ટ્રેડિશનલ ગુજરાતી વર્ક સાથે સોનમકપૂરે પહેરેલ પેપલમ બ્લાઉઝ એક આકર્ષક લૂક આપે છે.