ગાંધીઆશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી નારાજ લોકોએ મારામારી કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના ગાંધી આશ્રમ પાસે પીટીસી કોલેજ પાછળ શૈલેષભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ પોતે વકીલાત કરે છે. ૨૫મી મેના જ્યારે શૈલેષભાઈ પોતાના ઘરે હતા ત્યારે ગાંધી આશ્રમ પાસે રહેતા જીગ્નેશ પરમાર તેમના ઘરે આવ્યા હતા અને ગાંધીઆશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને તેમાં જાેડાયેલા સરકારી અધિકારીઓથી તકલીફ હોવાથી તેઓએ તમે સરકારના માણસોને કેમ સમજાવતા નથી.

અમને અન્યાય કરો છો કહી તમને જાેઈ લઈશ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આપણા પાડોશી અંકિત પરમાર સહિત કેટલાક લોકો નું ટોળું આવ્યું છે અને બોલાચાલી ઝઘડો કરે છે. શૈલેષ આજે તને જાેઈ લઈશું એમ કહી ધમકી આપી હતી. શૈલેષભાઈ થોડીવારમાં ત્યાં પહોંચતા જીગ્નેશ પરમાર અને તેમના પરિવારના અને અન્ય સભ્યો ત્યાં ઊભા હતા. ગાડીમાંથી બહાર નીકળતા જ અલ્કેશ ઉર્ફે અંકિત પર મારે તેમને મોઢા પર મારી દીધું હતું.

ટોળાએ એક જૂથ થઈ અને શૈલેષભાઈ તેમજ પરિવાર સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરતાં રાણીપ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી આ મામલે શૈલેષભાઈ રાણીપ પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ લોકો સામે રાયોટીંગ મારામારી અને ધમકીની સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સાબરમતી ગાંધીઆશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અસંતુષ્ટ કેટલાક લોકોએ આશ્રમ પાસે રહેતા એક પરિવાર પર સાથે બોલાચાલી- મારામારી કરી હતી. ગાંધીઆશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને તેમાં જાેડાયેલા સરકારી અધિકારીઓથી તકલીફ હોવાથી તમે સરકારના માણસોને કેમ સમજાવતા નથી. અમને અન્યાય કરો છો કહી તમને જાેઈ લઈશ તેવી આગળના દિવસે ધમકી આપી હતી.

બાદમાં બીજા દિવસે ટોળા સાથે પરિવાર સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. રાણીપ પોલીસે આ મામલે રાયોટિંગ સહિતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share This Article