દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનાં ઘરની સજાવટ બીજા કરતાં જુદી અને અનોખી હોય. આ અનોખી સજાવટ માટે માનૂનીઓ ઘણી મહેનત કરતી હોય છે. તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમારા માટે એક એવી આર્ટ લઈને આવ્યા છીએ કે તમે ઘરે બેઠા જાતે પણ બનાવીને ઘરને અનોખી રીતે સજાવી શકશો.
તમે કેનવાસ પેઈન્ટિંગ કે વોલ પેઈન્ટિંગ તો બહું સાંભળ્યું હશે , પરંતુ શું તમે પેબલ આર્ટ વિશે સાંભળ્યુ છે? પેબલ આર્ટ એટલે પથ્થર પર ચિત્રકલા. અલગ અલગ શેપનાં પથ્થર પર તમારી કલ્પનાને આકાર અને રૂપ આપીને પેઈન્ટિંગ કરી શકો છો.
આ પેબલને તમે પેપરવેઈટ, શો પીસ, ગીફ્ટ આઈટમ કે મેસેજ પીસ તરીકે ઉપયોગ કરી શકો છો. પેબલ આર્ટથી તમે ફોટો ફ્રેમ કે નેમ પ્લેટ પણ બનાવી શકો છો.
આ રીતે વિવિધ બર્ડ અને ફ્લાવરનાં પેબલ પણ પેઈન્ટ કરી શકો છો. આપ ચાહો તો ઘરની એક દિવાલ પર આ રીતે પણ સજાવી શકો છો.