જૂનાગઢમાં ગ્રામ્ય જીવનની સંસ્કૃતિને ઉજાગર કરતા શ્રેષ્ઠ ચિત્રોનું પ્રદર્શન યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જૂનાગઢઃ સૌરાષ્ટ્રના ગ્રામ્ય જીવનની સંસ્કૃતિને ઉજાગર કરતા  અને નામાંકિત કલા સાધકો દ્વારા  બનાવાયેલા  ચિત્રોનું પ્રદર્શન  સૌરાષ્ટ્રની રંગધારા  શીર્ષક હેઠળ  સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ,જુનાગઢ ખાતે  તારીખ ૩૦ જૂન શનિવારથી ૧ જુલાઈ  રવિવાર સુધી સવારના ૧૦થી સાંજના ૬ કલાક સુધી યોજવામાં આવશે.

સૌરાષ્ટ્રની રંગધારા ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન ૩૦ જૂનના રોજ સવારે ૧૦ કલાકે જુનાગઢ પોલીસ તાલીમ વિદ્યાલયના આચાર્ય એમ.એમ અનારવાલા કરશે. આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કે.પી સ્વામી ઉપસ્થિત રહેશે.

આ પ્રદર્શન નિહાળવાનો સમય શનિવાર અને રવિવાર બંને દિવસ સવારના ૧૦થી સાંજના ૬ કલાક સુધી રાખવામાં આવશે. પ્રદર્શન વિનામૂલ્યે લોકો નિહાળી શકશે. જૂનાગઢના કલા પ્રિય લોકોને આ ચિત્ર પ્રદર્શન નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. ચિત્ર પ્રદર્શનમાં જામ કલ્યાણપુરના ચિત્રકાર સામત બેલા, માધવપુરના સામત ગરેજા, પોરબંદરના કરશન ઓડેદરા અને જૂનાગઢની કુ. દર્શિતા લખલાણીના ચિત્રો મૂકવામાં આવ્યા છે. ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા ૧૨૫ થી વધુ ચિત્રો નિહાળી શકાશે.

જૂનાગઢ ખાતે ગ્રામ્ય સંસ્કૃતિના અદભૂત ચિત્રો નિહાળવા એક લ્હાવો બની રહેશે. બાળકો અને વિધાર્થીઓ તેમજ કલા પ્રિય લોકોને  નયનરમ્ય અને કલાને બિરદાવવી પડે તેવા સુંદર ચિત્રો નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

છબી સૌજન્યઃ સામત બેલા

Share This Article