“જબ તક બૈઠને કો ના કહા જાયે શરાફત સે ખડે રહો, યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહિ”
“પરંપરા….પ્રતિષ્ઠા ઐર અનુશાસન”
And many more…
આ અને આવા બીજા ઘણા હથોડાછાપ ડાયલોગ તમે સાંભળ્યા હશે અને કદાચ રોજિંદા જીવનમાં સાંભળતા પણ હશો, કેટલી ત્રાસદાયક છે નહિ આ માન સમ્માનની વાતો…સાવ બોરિંગ અને કંટાળાજનક..ઘણી વાર તો ધ પેલી ડર્ટી પિક્ચરની વિદ્યા બાલનની જેમ બોલાઈ જાય કે, લાઈફ સિર્ફ તીન ચીજો સે ચલતી હૈ, રિસ્પેક્ટ, રિસ્પેક્ટ એન્ડ રિસ્પેક્ટ (પણ ઘણી વાર આ જ રિસ્પેક્ટ ઘણું બધું એન્ટરટેઈનમેન્ટ પણ આપી દે છે.)
તો મેરે પ્યારે ખબરપત્રીઓ, આજ હમ ચર્ચા કરેંગે “ R 4 RESPECT”… કી, લેકિન ચાય કે સાથ નહિ ક્યું કિ હમારી ચાય બહોત કડવી હોતી હૈ….ઔર કડવી ચીજ ગલે સે નીચે ઉતારના હર કિસીકે બસ કી બાત નહીં હૈ જાની…
જીવનમાં માન સમ્માન કેમ મહત્વના છે અને એ પોતે શુ મહત્વ રાખે છે એ સમજવું જરૂરી છે. માન એ ફક્ત કોઈ વસ્તુમાત્ર નથી કે તમે એને ચપટી વગાડતા જ પામી લો. RESPECT HAS TO BE EARNED. કમાવવી પડે છે. GIVE & TAKE IS THE BASIC RULE OF LIFE TO EARN RESPECT. રિસ્પેક્ટ પામવા માટે રિસ્પેક્ટ આપવી પણ એટલું જ જરૂરી બની જાય છે. રિસ્પેક્ટની કોઈ ચોક્ક્સ વ્યાખ્યા નથી. અમુક લોકો ફક્ત કહેવા પૂરતું જ માન આપે છે, અમુક લોકો તમારી પ્રતિષ્ઠા કે તમારી પબ્લિસિટી જોઈને તમને માન આપશે જ્યારે અમુક લોકો સાચા મનથી તમને માન આપશે. માન દરેક વ્યક્તિને આપવામાં આવે છે પરંતુ વ્યક્તિએ એ સમજવું જરૂરી છે કે આ માન કયા પ્રકારની કેટેગરીમાં આવે છે.
જો પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ ટૂંકા ગાળામાં સફળ થવું હોય તો તમારી વિનમ્રતા બહુ જ અસરકારક ભાગ ભજવે છે. તમારા સિનિયર્સને રોજ જ્યારે પણ મળો ત્યારે એક આછા સ્મિત સાથે મળવાનું રાખો. તમારું એક આછું સ્મિત પણ તમને સો જણાના સ્ટાફમાં અગ્રગણ્ય અને સમ્માનપાત્ર બનાવે છે. મુદ્દાની વાત એ પણ છે કે તમે માનપાત્ર ત્યારે જ બનશો કે જ્યારે તમે ફક્ત કોઈ એક વ્યક્તિની સામે જ નહિ, એની ગેરહાજરીમાં પણ એના માટે એટલી જ સમ્માનજનક વાત કરશો.
તમારી પર્સનલ લાઈફમાં પણ માન સમ્માન એટલું જ મહત્વનું રહે છે. જો તમે તમારાથી નાની ઉંમરના લોકોને માન આપતા ખચકાવ છો તો એ વસ્તુ સ્વીકારી લેજો કે તમે ક્યારેય કોઈ પણ વ્યક્તિ માટે સન્માનપાત્ર નહિ બની શકો. કોઈ જ ફરક નથી પડતો કે સામી વ્યક્તિની ઉમર નાની છે કે મોટી, એ ધનિક છે કે ગરીબ, એ શિક્ષિત છે કે અભણ. ફરક એ બાબતથી પડે છે કે ચાર વ્યક્તિઓની વચ્ચે તમે તમારી સામે અચાનક આવી ઊભી રહેનાર કોઈ ચોક્કસ વ્યક્તિને કઈં રીતે અટેન્ડ કરો છો. શક્ય છે કે એ વ્યક્તિ તમારા બોસ, તમારો કલિગ, તમારા મા બાપ, તમારી પત્ની કે ગર્લફ્રેન્ડ કે પછી એક રસ્તે ચાલતો અનજાન માણસ કે ભિખારી પણ હોઈ શકે છે તો એ વાત સ્વીકારવી જ રહી કે કોઈને માન આપશો તો જ માનપાત્ર બનશો. તમારી મહાનતા અને સન્માનપાત્રતા એ તમારી વાણી અને વર્તન પરથી નક્કી થાય છે, નહિ કે તમારી પ્રોપર્ટી કે પબ્લિસિટીથી. SO KEEP MAINTAINING TO GIVE AND TAKE RESPECT, VICE VBERSA….
STAY MOTIVATED….