સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : શ્રી સૌરાષ્ટ્ર સઇ સુથાર જ્ઞાતિ, અમદાવાદ દ્વારા સમાજની વાડી ‘જમના બા ભવન’ ખાતે બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર ઇનામવિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો દ્વારા ડાન્સ, ગીત, એક પાત્રીય અભિનય ભજવવામાં આવ્યા હતા.

Image7 e1566817333586

સમાજના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ પીઠડીયાએ જણાવ્યું કે, બાળકો ઇત્તરપ્રવૃત્તિમાં ભાગ લે છે અને સમાજના અન્ય બાળકોને પણ પ્રેરણા પૂરી પાડે છે. આજના બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે. સાથે સાથે ઇનામવિતરણ કાર્યક્રમ દ્વારા બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પણ પ્રોત્સાહનમળી રહે તેવો ઉદ્દેશ છે.

સમાજના માર્ગદર્શક શ્રી હિંમતભાઇ હિંગુ અને પ્રેરણાસ્ત્રોત શ્રી નાથાભાઇ વાઘેલાએ તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

Share This Article