જાણો કેવી રીતે મેળવી શકાશે બાંધકામની મંજૂરી આંગળીના ટેરવે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાજ્યમાં માળખાગત સવલતોના નિર્માણ માટે લેવી પડતી બાંધકામ મંજૂરી વ્યવસ્થાને અદ્યતન ટેક્નોલોજી સાથે જોડીને બાંધકામ મંજૂરી હવે આંગળીના ટેરવે લાવી સરળ પ્રકિયા રાજ્યભરમાં શુભારંભ થયો છે.

માનવ હસ્તક્ષેપ રહિતની ડિજીટલ સિસ્ટમ ધરાવતી દુનિયાના કોઇપણ ખૂણેથી મંજૂરી માટે અરજી કરવાની સુવિધા મળશે જેથી ત્વરિત મંજૂરીઓ સહિતની સુવિધાઓ લાંબા સમય સુધી ચાલતી હતી તે હવે માત્ર ૨૪ કલાકમાં મળશે. ખરેખર હવે કહી શકાય કે બાંધકામની પરમીશન …. આંગળીના ટેરવે

(૧)   બાંધકામ ક્ષેત્રે ડિજીટલ યુગનો વિશેષ અને આવકારદાયક પ્રારંભ:

બાંધકામ ઉદ્યોગને આ સુવિધાથી મળનારા અકલ્પ્ય વેગને કારણે રોજગારીની વિપુલ તકો ઊભી થશે અને ગુજરાત વિકાસની એક નવી ક્ષિતિજોને આંબશે. આવી ઝડપી અને માનવ હસ્તક્ષેપ વિનાની નિર્ણયાત્મક્તા માટે કોમન GDCR નો ઉપયોગ GIS ટેક્નોલોજીથી ઉપલબ્ધ ડેવલપમેન્ટ પરમીશનની સુવિદ્યામાં ગુજરાતની પ્રથમ પહેલ – મોબાઇલ એપ દ્વારા નગર રચના અને વિકાસ યોજનાઓની માહિતીની ઉપલબ્ધતા માટે વિશેષ સરળતા. આ સિસ્ટમને રેરા અને ગ્રાહક સુવિધા કેન્દ્ર સાથે જોડીને ગ્રાહકલક્ષી અભિગમ અપનાવવામાં આવશે.

(ર)     સિસ્ટમ અંતર્ગત અરજી કરવાની પદ્ધતિ:

  • મંજૂરી માટે જરૂરી તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો Facilitation Portal https://gujarat.gov.in/પર અપલોડ કરવાનાં રહેશે.
  • અરજદારે ફી ઓનલાઇન ભરવાની રહેશે.
  • Pre-DCR Software Website| https://townplanning.gujarat.gov.in/પરથી ડાઉનલોડ કરવાની સુવિધા.

(૩)  આ સિસ્ટમ અંતર્ગત પરમીશન મેળવવા અંગેની માહિતી:

  • અરજી મળ્યા બાદ મંજૂરી તથા ના-મંજૂરીની જાણકારી મળ્યા બાદ મંજૂર થયેલ અરજીનો મંજૂર હુકમ અને નક્શા Automated QR Code થી અધિકૃત થઇ, અરજદાર, POR અને સક્ષમ સત્તાધિકારીને મળશે.
  • અપલોડ કરેલ માહિતી, બિડાણો, ફોર્મ,નક્શા તથા અન્ય વિગતો અંગેના નિર્ણય Automated Scrutiny Report દ્વારા લેવામાં આવશે.

(૪)  મંજૂરીની જાણકારી:

  • નાગરિકોને SMS તથા E-mailથી મંજૂરીની જાણકારી તાત્કાલિક આપવામાં આવશે.

(૫)    આ સિસ્ટમથી થનારા ફાયદાઓ :

  • ડિજીટલ યુગના પ્રારંભથી બાંધકામ ક્ષેત્રને લગતી મંજૂરીઓના આદાન-પ્રદાનમાં અકલ્પનીય ઝડપ અને પારદર્શિતા આવશે.
  • માનવ હસ્તક્ષેપ વિનાની સિસ્ટમ હોવાથી ક્ષતિઓ તથા વિસંગતતાઓનું નિવારણ થશે.
  • ક્લાઉડ બેઝ ઓનલાઇન અરજી અને ચકાસણી કરી શકાશે.
  • નક્શા સહિતની વિકાસ પરવાનગી ડિજીટલ અને ઓનલાઇન રીતે ઉપલબ્ધ બનશે.
  • Airport Authority અને National Monument Authority જેવી સંસ્થાઓ પાસેથી ઓનલાઇન NOC ઉપલબ્ધ થશે.
  • GIS System આધારિત દરેક P. Schemeના પ્લોટોની વિગતવાર માહિતી, પાર્ટ પ્લાન તથા F ફોર્મ સહિતની સુવિધા ઉપલબ્ધ.
  • અરજદારને કોઇ જ તકલીફ ન પડે તેથી રહેણાંક, વાણિજ્યક, ખેતી તથા અન્ય જરૂરી ઝોન માટે વિગતવાર સરળ માળખાવાળું સ્પષ્ટીકરણ
  • apk નામની Mobile App દ્વારા દરેક જગ્યાના ઝોન, નક્શા, અરજી અને રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ.
  • મહાનગરપાલિકા, નગરપાલિકા અને સત્તામંડળોમાં રજીસ્ટર્ડ થયેલ આર્કિટેક્ટ, એન્જીનિયર્સ તથા ડેવલપર્સની વિશેષ માહિતી મળી રહેશે.
  • અરજદારને અરજીની વિગતો જાણવા માટે વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ, E-mail અને SMS દ્વારા માહિતી ઉપલબ્ધ થશે.
Share This Article