અમદાવાદના આંગણે સમર્પણ, પ્રેમ, વાત્સલ્ય, દયા અને કરુણારૂપી “માં” ની લાગણી અને વ્હાલને દર્શાવતા “માં હી મંદિર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સંગીત મયુર દવે દ્વારા રજૂ કરાયું હતું તથા ગાયક કલાકોરો તરીકે હિમાંશુ ત્રિવેદી, પ્રહર વોરા, કલ્યાણી કૌઠાળકર, દર્શના ગાંધી સહીતના જાણીતા કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી તથા રસદર્શન તુષાર જોષીએ કરાવ્યું હતું. આ સિવાય કોરિયોગ્રાફર હની દાંડવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અન્ય આયોજક કેતન શાહ અને મધુસુદન ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. “માં હી મંદિર”, માતાના સંબંધને સાચા અર્થમાં સ્વીકારી સંગીતમય તાલ સાથે ગીતોના સ્વરૂપમાં રજૂ થયેલા હૃદયસ્પર્શી સ્ટેજ શોને માણવા માટે આવેલા શ્રોતાઓ પણ આ કાર્યક્રમથી ભાવતરબોળ બન્યા હતા.
આ કાર્યક્રમ અંગે વધુમાં જણાવતા અજિત પટેલે જણાવ્યું હતું કે, “મધર્સ ડે છેલ્લા 25થી 30 વર્ષથી અમે ઉજવીએ છીએ. જાતે ગીતો લખી આ પ્રકારે નિઃશુલ્ક કાર્યક્રમનું આયોજન અમે કરીએ છીએ. સમાજમાં માતા પિતા ઘરડા ઘર સુધી ના જાય અને આ મુલ્ય લોકોને સમજાય તે મારો હેતું છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “જો ભગવાની શ્રી ક્રિષ્નને સમજવા હોય તો પ્રથમ ભગવાન શ્રી રામને સમજવા પડે અને શ્રી રામને સમજવા હોય તો આપણી માતાને સમજવી પડે, આ મારો એક આસય છે. માતાને ભગવાન તરીકે માનવા જોઈએ. મારા માતાનું મંદિર છે અને માતા જ આપણા માટે ભગવાન છે એવો સંદેશો આપવાનો પ્રયાસ સમાજને કર્યો છે. “માં” ના પ્રેમ વાત્સલ્ય અને બલીદાનને દર્શાવતા આ ગીતોના કાર્યક્રમ થકી આ સંદેશો આપ્યો હતો. માતાને સંતાનો હંમેશા જીવનપર્યત માન સમ્માનની સાથે સાથે સુખ આપે તેમને આદર્શ માને તેવા આસય સાથે સંદેશો આપવા આ કાર્યક્રમ આયોજિત કરતો આવ્યો છું.
પહેલાનો જમાનો હોય કે અત્યારનો આધુનિક યુગ, જમાનો ભલે બદલાય પરંતુ માતા સંતાનોનું હંમેશા જીવનપર્યત હિત અને સુખ જ ઈચ્છે છે. પહેલાની માતાઓ ઘરની બહાર ના નિકળવું. સવારથી સાંજ સુધી કામ કરવું સંતાનો માટે જીવન ખપાવી નાખવું પરંતુ આધુનિક યુગને જોતા જમાનો ગમે તેટલો બદલાય પરંતુ આ સમયમાં પણ માતાનું બલિદાન અને લાગણી સંતાનો માટે ક્યારેય બદલાતા નથી.”