આજકાલ આપણે જે એસી ઓફિસમાં કામ કરીએ છીએ તે એકદમ પેક અને લેમ્પ લાઈટિંગવાળી હોય છે. આવી ઓફિસ લુક વાઈઝ ખૂબ સારી લાગે છે પરંતુ તેમાં નેચરલ લાઈટ કે નેચરલ એર મળતી નથી. આ ઉપરાંત આખો દિવસ કમ્પૂટર અને લેપટોપની સામે બેઠા બેઠા કામ કરવાથી પણ શરીરને નુકસાન થાય છે. એક ખાનગી કંપનીનાં સર્વે મુજબ ઓફિસનાં કર્મચારીઓ આખો દિવસ કુત્રિમ વાતાવરણમાં રહેતા હોવાથી ઉંમર કરતાં વધુ ઘરડાં થઈ જાય છે. તેમની વિચારશક્તિ અને ઈમ્યૂનિટિ પણ ઘટી જાય છે. આથી ઓફિસમાં કેવી રીતે મેક્સિમમ કુદરતી વાતાવરણ ઊભુ કરી શકાય તે અંગેનાં પ્રયત્નો કરાયા. તેમાનો એક પ્રયાસ હતો ઓફિસ ગાર્ડન તથા ઇન્ડોર ટેબલ પ્લાન્ટનો. આજે આપણે અહીં આવા જ ઓફિસ પ્લાન્ટ્સની વાત કરીશું.

ઓફિસની ઓપન સ્પેસમાં , લોબીમાં, વિન્ડો, ગેલરી તથા ડેસ્ક પાસે પણ પ્લાન્ટ્સ મૂકીને કુદરતની નજીક હોવાનો અહેસાસ કરી શકો છો. મોટે ભાગે લોબીમાં પામ ટ્રી વધુ પસંદ કરવામાં આવે છે.

કેબિનમાં, ડેસ્ક પર કે ટેબલ પર મુકવા માટે સ્મોલ બોનસાઈ અને બામ્બૂ બેસ્ટ ઓપ્શન છે. કોર્પોરેટ ગિફ્ટ માટે પણ બામ્બૂ આપી શકાય છે. આ એક ન્યૂ કલ્ચર છે જેમાં લોકો કોઈનું સન્માન કરવા માટે બૂકે નહીં પણ પ્લાન્ટ્સ આપે છે.

ઓફિસ લોન્જ એરિયા માટે પણ ઘણી જગ્યાએ મની પ્લાન્ટ કે અન્ય નાના ફ્લાવર પ્લાનટ્સ પણ ગુડ ઓપ્શન છે.

—