ઓફિસમાં મોડી રાત સુધી રોકાઇને ઓવરટાઇમ કરવાથી ભલે આપના બોસની નજરમાં તમે સારા કર્મચારી સાબિત થઇ શકો છો અને પ્રમોશન પણ મળી શકે છે. જો કે આપની આ ટેવ આપના આરોગ્ય પર માઠી અસર કરી શકે છે. હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની વાત સાબિત થઇ ચુકી છે. મોડી રાત સુધી ઓફિસમાં રોકાઇને કામ કરવાની બાબત હાર્ટ માટે ખુબ ઘાતક સાબિત થઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઓફિસમાં મોડી રાત સુધી બેસીને કામ કરવાની ટેવથી હાઇપરટેન્શન એટલે કે બ્લડપ્રેશરનો ખતરો અનેક ગણો વધી જાય છે.
એક સપ્તાહમાં ૪૯ કલાક કરતા વધારે સમય સુધી ઓફિસમાં રોકાઇ જવાથી હાઇ બીપીનો ખતરો રહે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે એક સપ્તાહમાં ૪૯ કલાક અથવા તો પાંચ ડે વર્કિગ વીકની દ્રષ્ટિએ દરરોજ ૧૦ કલાકથી વધારે સમય સુધી ઓફિસમાં કામ થઇ જાય છે. દરરોજ ૧૦ કલાકથી વધારે સમય સુધી કામ કરનાર લોકો હાઇટપરટેન્શન એટલે કે હાઇ બ્લડપ્રેશરથી ગ્રસ્ત બની શકે છે. જેના કારણે તબીબોને માહિતી ચેક અપ દરમિયાન બ્લડપ્રેશરની મળતી નથી. માત્ર ઓફિસમાં મોડી રાત સુધી રોકાઇને ઓવરટાઇમ કરનાર કર્મચારીઓને આનો ખતરો વધારે રહે છે. આ અભ્યાસના ગાળા દરમિયાન તમામ સ્પર્ધકોને બીપી મોનિટરિંગ ડિવાઇસ પહેરીને રાખવાની ફરજ પડી હતી. જેના કારણે તેમના નિયમિત ટેસ્ટ થતા હતા. આ અભ્યાસના ગાળા દરમિયાન તમામની વય, જેન્ડર, એજ્યુકેશન. ઓક્યુપેન્શન , સ્મોકિંગ જેવી બાબત પર નજર રાખવામાં આવી હતી.