સ્થુળતા ખતરનાક બની શકે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે  સ્થુળતા અનેક જોખમી બિમારીને આમંત્રણ આપે છે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યક્તિ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે.

સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે.

અભ્યાસમાં ખૂબ ઓછા લોકો આ ધારાધોરણ પાડી રહ્યા હોવાની બાબત જાણવા મળી છે. સ્થુળતા માટેના કેટલાક કારણો રહેલા છે. જે પૈકી સૌથી મોટુ કારણ જંક ફુડ રહે છે. બાળકોમાં અને યુવાનોમાં જંક ફુડનો હાલમાં ક્રેઝ જાવા મળે છે ત્યારે આ પ્રકારના ફુડ વધારે ખતરનાક બની શકે છે. સ્થુળતા તરફ આવા ફુડ દોરી જાય છે.

Share This Article