મોટા ભાગના લોકો દોડતી વેળા અથવા તો રનિંગ વેળા કેટલીક પ્રાથમિક બાબતોને ધ્યાનમાં રાખતા નથી. જેના લીધે સમસ્યા સર્જાઇ જાય છે. આવી સ્થિતીમાં જાણકાર લોકો કહે છે કે દોડતી વેળા શ્વાસ પર કાબુ મેળવી લેવાની બાબત ઉપયોગી છે.દોડવાની શરૂઆત બ્રિસ્ક વોક સાથે કરવામાં આવે તે જરૂર છે. સીધી રીતે દોડવાના કારણે હાર્ટ એટલી ઝડપથી લોહી પંપ કરી શકવામાં અસમર્થ રહે છે. સાથે સાથે ઓક્સીજન વધવાની સાથે કોઇ પણ વ્યક્તિને હાંફ ચડે છે. જેથી શ્વાસમાં તકલીફ થાય છે.
શ્વાસને નિયંત્રિત રાખીને દોડવાની ગતિ વધારવામાં આવે તે જરૂરી છે. જેથી જરૂરી છે કે પ્રથમ સપ્તાહમાં વોકિંગ કરવામાં આવેતે જરૂરી છે. બીજા સપ્તાહમાં જોકિંગ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ ધીમી ગતિથી દોડવાની શરૂઆત કરવાની હોય છે. કોઇ પણ ખેલ પહેલા યોગ્ય રીતે વોર્મ ન કરવાની સ્થિતીમાં ટ્રેનિંગના અભાવના કારણે તકલીફ થાય છે. આના કારણે સ્પોર્ટસ ઇન્જરી થવાનો ખતરો રહે છે. જેથી કોઇ પણ ખેલ કરતા પહેલા વોર્મ અપ સૌથી જરૂરી હોય છે.
નિષ્ણાતો પણ આ બાબત નિખાલસ રીતે કબુલે છે. સ્પોર્ટસના હિસાબથી જ યોગ્ય ભોજન લેવાની જરૂર હોય છે. એથલીટ સ્પોર્ટસ જેમ કે જિનનાસ્ટ ખેલતી વેળા ઓછા પ્રોટીન યુક્ત ચીજોનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. બોકસિંગ, રેસલિંગમાં સામેલ રહેનાર લોકોએ મસલ્સ માટે પ્રોટીન યુક્ત ભોજનની સલાહ નિષ્ણાંત લોકો આપે છે. મોટા ભાગના લોકો કસરત અને ખેલ દરમિયાન સ્પોર્ટસ ઇન્જરીનો શિકાર થઇ જાય છે. જેથી આને ટાળવા માટે વોર્મ અપ કસરત જરૂરી હોય છે. સાથે સાથે દોડતી વેળા શ્વાસ પર કાબુ રાખવામાં આવે તે જરૂરી છે.