દેશ સહીત ગુજરાતની ખાનગી શાળાઓમાં મોટી મોટી તગડી ફી લેવામાં આવે છે શાળા દ્વારા પોતાની ઈચ્છા મુજબ કાર્ય કરવામાં આવે છે તેમજ શાળાનો ગણવેશ, ચોપડા, બુક, વગેરે સ્ટેશનરીની વસ્તુઓ તેમના કહ્યા મુજબ જ અને તે જ જગ્યાએથી લેવા દબાણ કરવામાં આવે છે આ રીતે શાળાઓ પોતાની મનમાની અને જાણે શિક્ષણનો ધંધો કરતા હોય તેમ જણાય છે ત્યારે જામનગરમાં એન.એસ.યું.આઈ અને યુથ કોંગ્રેસ દ્વારા શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે. જામનગરમાં ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓને ડ્રેસ, પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી ખરીદવા અંગે દબાણ કરવામાં આવે છે. વિદ્યાર્થી જેની ઉમર ૪ વર્ષ કરતા પણ નાની હોય એમને પણ આવા પુસ્તકો લેવા જણાવવામાં આવે છે. જેની સામે કાર્યવાહી કરવા એન.એસ.યું.આઈ અને યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે.
શાળા પોતાનાનું કમિશન જ્યાં નક્કી થાય એ સ્ટેશની દુકાન સાથે મળીને બુકનું લીસ્ટ ફાઇનલ કરે છે. એમાં એક કે બે બુક એવી હોઇ કે તે શાળાએ નક્કી કરેલી સ્ટેશરીની દુકાન પર જ મળતી હોય.
બીજી દુકાનમાં એ લેવા જાય તો તેમાં બે ત્રણ બુક મળે જ નહીં. એટલે ફરજિયાત વાલીએ ચોક્કસ સ્ટેશનરી દુકાન પર જ ખરીદી કરવા જવું પડે અને એવું જ ડ્રેસ અને શૂઝમાં હોઇ કે, ડ્રેસનો કલર અને લોગો અને ડિઝાઇન નક્કી કરે. જે ચોક્કસ સ્ટેશનરીની દુકાનમાં જ મળે અન્ય જગ્યા એ મળે જ નહીં. શાળાઓમાં પૂછો તો એમ કહે કે, અમે તો વાલીઓને જે જગ્યાએથી ખરીદી કરવી હોય એ જ જગ્યાએ કરવા કહીએ છીએ. ઉપરોક્ત અનિયમિતતા અને ગેરરીતિ આચરતી શાળા સમક્ષ આરટીઈ-એસીટી-૨૦૦૯ની કલમ-૧ અન્વયે પહેલી વાર ૧૦ હજાર રૂપિયાનો દંડ અને ત્યારબાદ અનિયમિતતા દીઠ ૨૫ હજાર રૂપિયાનો દંડ અને જો સતત પાંચ વખત અનિયમિતતા કરે તો માન્યતા રદ્દ કરવાની કામગીરી હાથ ધરવાની જોગવાઈ છે. એન.એસ.યું.આઈ અને યુથ કોંગ્રેસની માંગણી છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વરા તમામ શાળામાં ચેકિંગ કરવામાં આવે. વિદ્યાર્થીઓના બેગ ચકાસવામાં આવે અને ખરાઈ કરવામાં આવે કે, ખાનગી પાઠ્ય પુસ્તકો શાળામાં વાવવામાં આવે છે કે નહીં અને ચોક્કસ જગ્યાએથી જ ખરીદી કરેલી છે કે નહીં. આ બાબતે વાલીઓના પણ નિવેદન નોંધવામાં આવે અને જો આવી ગેરરીતિ કે આનયમિતતા જણાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે. જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તોસીફ ખાન પઠાણ, ઉપ-પ્રમુખ શક્તિસિંહ જેઠવા. એન.એસ.યું.આઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, હાલ નગર પાલિકાના વિપક્ષી નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર ધવલ નંદા, કોંગ્રેસ શહેરના આગેવાનો અને હોદ્દેદારો તેમજ અગ્રણીઓ સાજીદ બોલચ, મનોજ ચોવટીયા, પાર્થ પટેલ જોડાયા હતા અને શિક્ષણ અધિકારી સમક્ષ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.