ગણદેવી- નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા ક્ષય અને રકતપિત નિવારણ મંડળ દ્વારા ગણદેવી બ્લોક હેલ્થ ઓફિસ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર, ગણદેવી લાયન્સ કલબના સહયોગ વડે ગણદેવી બ્લોક હેલ્થ કચેરી ખાતે રકતપિતન દર્દીઓને અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુએસએ સ્થિત એનઆરઆઇ દિકરી પુજાએ તેમના લગ્ન પ્રસંગે આવેલા ચાલ્લા અને કન્યાદાનની રકમમાં અન્ય રકમ ઉમેરી રૂા.૧.૫૧ લાખ જેટલી રકમ ક્ષય, રકતપિતના દર્દીઓ માટે આપી, માદરે વતનમાં સેવા ભાવના કેળવીને, વતનનું ઋણ અદા કર્યું છે.
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા ક્ષય અને રકતપિત નિવારણ મંડળ દ્વારા નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સમારોહ યોજીને રોગમુકત થયેલ દર્દીઓને પૌષ્ટિક અનાજની ૪૦૦ કિટસનું વિતરણ વિનામુલ્યે કરવામાં આવી રહયું છે. અત્યાર સુધી રૂા.૮૦ ઉપરાંતના ખર્ચે અનાજ કિટસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી પ્રેરાયને પુજાએ આ સેવાના કાર્યમાં એનઆરઆઇ જૈન દિકરીઓ જોડાઇ છે. આ જૈન દિકરીઓએ તેમના લગ્નમાં આવેલા ચાલ્લા, કન્યાદાનની તમામ રકમ અને અન્ય રકમ ઉમેરીને રૂા.૧.૫૧ લાખ જેટલી રકમનું દાન ક્ષય નિવારણ મંડળને આપવામાં આવ્યું છે. આ જૈન દિકરીએ અને તેમના ભાઇએ તરત જ ચુકવી આપી છે.
આ દાતાઓ હાલ અમેરિકામાં રહેતા ભદ્રેશ લક્ષ્મીચંદ પાનાચંદ શાહના પુત્રી પુજા અને પુત્ર શ્રેય શાહ પણ અનાજ કિટસ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. શ્રેય અને પુજાએ યુએએસમાં રહીને સેવાકાર્યને આર્થિકબળ પુરૂ પાડવાની ખાતરી આપી હતી. આ સમારોહમાં મંડળના પુર્વ પ્રમુખ પરેશ અધ્વર્યું, વલસાડના પ્રમોદભાઇ દવે, પારડીના પ્રિન્સીપાલ ભાનુશંકર જોષી, જિલ્લા ક્ષય કચેરીના નટુભાઇ, જિજ્ઞેશભાઇ, અશ્વિનભાઇ વગેરેએ જહેમત ઉઠાવી અનાજ વિતરણ કાર્યને સફળ બનાવ્યું હતું. વિરલબેન પ્રારંભમાં પ્રાર્થના કરી હતી.