અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં હવે રેસીડેન્સીયલ અને કોમર્શીયલ ક્ષેત્રમાં સોલાર રૂફટોપ મારફતે વીજળીનો કન્સેપ્ટ ચલણમાં આવી રહ્યો છે. ખાસ કરીને રહેણાંકના મકાનો-ઓફિસો માટે સોલાર રૂફટોપ બહુ આશીર્વાદ સમાન અને ઉપયોગી હોઇ તેની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે. રહેણાંક સોલાર રૂફટોપ મારફતે વીજળી તો ફ્રીમાં પ્રાપ્ત થાય છે, સાથે સાથે ગ્રીન એન્વાયર્નમેન્ટ પણ જનરેટ કરી શકાય છે. જેના પરિણામે નાગરિકોને ૨૫ વર્ષ માટે રૂ.૫૦ હજાર સુધીની બચત થવાની આશા છે.
આગામી એક મહિના સુધી અમદાવાદ-ગાંધીનગરમાં એક મહિના સુધી લોકોને સોલાર રૂફટોપનો કન્સેપ્ટ સમજાવાશે અને તે પરત્વે લોકોને જાગૃત કરાશે એમ અત્રે ટાટા પાવરકના એમડી અને સીઈઓ શ્રી પ્રવીર સિંહા અને ટાટા પાવર (રિન્યુએબલ્સ)ના પ્રેસિડેન્ટ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું. ભારતની સૌથી વિશાળ સૌર ઊર્જા કંપની અને ટાટા પાવરની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ટાટા પાવર સોલારે આજે ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટના સ્થળ પર સોલાર રૂફટોપ સોલ્યુશન લોન્ચ કર્યું હતું, તે પ્રંસગે આ બંને મહાનુભાવોએ સોલાર રૂફટોપનો કન્સેપ્ટ સમજાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેસીડેન્સીયલ અને કોમર્શીયલ સોલાર રૂફટોપ સોલ્યુશન્સ આમજનતાથી માંડી વેપારીઓ અને બિઝનેસમેન અને ઉદ્યોગગૃહોને બહુ મોટી બચત પૂરી પાડવાની સાથે સાથે ગ્રીન એન્વાયર્નમેન્ટ, મેઇન્ટેનન્સ ફ્રી સહિતના અનેકિવિધ લાભો પૂરા પાડે છે. રહેણાંક ઝોન માટે સામાન્ય નાગરિકોની વાત કરીએ તે, સોલાર રૂફટોપ સોલ્યુશન્સને લીધે સામાન્ય જનતાને ૨૫ વર્ષ માટે વાર્ષિક રૂ. ૫૦,૦૦૦ સુધી બચત થાય તેવી અપેક્ષા છે. સામાન્ય લોકોને સોલાર રૂફટોપનો કન્સેપ્ટ સમજાવવા અને તે સત્વરે અપનાવાય તે હેતુથી ટાટા પાવર સોલાર દ્વારા આગામી એક મહિના સુધી અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં એક વિશાળ વાન મારફતે પ્રેકટીકલી અને થિયરીકલ જાણકારી અને માર્ગદર્શન સાથે રોડ-શો અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. ટાટા પાવરકના એમડી અને સીઈઓ શ્રી પ્રવીર સિંહા અને ટાટા પાવર (રિન્યુએબલ્સ)ના પ્રેસિડેન્ટ શ્રી આશિષ ખન્નાએ વધુમાં ઉમેર્યું કે, અગાઉ તેમણે દિલ્હી, મુંબઇ, અજમેર અને ભુવનેશ્વર એમ ચાર શહેરોમાં સોલાર રૂફટોપ સોલ્યુશન્સ લોન્ચ કર્યા છે. આગામી માર્ચ મહિના સુધીમાં તેઓ વધુ ૧૯ શહેરોમાં અને સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં ૧૦૦ જેટલા શહેરોમાં સોલાર રૂફટોપ સોલ્યુશન્સ લોન્ચ કરવામાં આવશે.
ટાટા પાવર સોલાર એક સ્થળે દુનિયાના સૌથી વિશાળ રૂફટોપ અને કોચિન ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ભારતનો સૌથી વિશાળ કારપોર્ટનો અમલ કરવાની પાર્શ્વભૂ ધરાવે છે. હાલમાં ટાટા પાવર સોલારે ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા સાથે હાથ મેળવ્યા હતા અને વિક્રમી ૧૦૦ દિવસમાં દુનિયાના આ સૌથી વિશાળ સૌર સંચાલિત ક્રિકેટ સ્ટેડિયમ તેનું ઈન્સ્ટોલેશન કર્યું હતું. આ પ્રસંગે ટાટા પાવર સોલારના ચીફ(સોલાર રૂફટોપ) રવિન્દરસીંગે જણાવ્યું કે, ટાટા પાવર સોલાર ભારતનું અત્યંત વિશ્વાસુ અને આધારક્ષમ રૂફટોપ નિવારણ છે. કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઓછું કરતાં ટાટા પાવર સોલાર નિવાસી રૂફટોપ નિવારણ ડીઝલ જનરેટરનો ઉપયોગ ઓછો કરે છે, જેથી ઈંધણની પણ ઉચ્ચ બચત થાય છે. ઉપરાંત ગ્રાહકો ફાજલ રૂફટોપ જગ્યામાંથી કમાણી પણ કરી શકે છે. લાભાર્થીઓના ખર્ચમાં વધુ રાહત આપવા માટે આ સોલ્યુશન્સમાં સરકારી સબસિડીનો લાભ પણ મળે છે