નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NIXI), એક બિન-લાભકારી (સેક્શન 8) કંપની, ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નેજા હેઠળ ડોમેન ખરીદનારાઓ માટે 26મી જાન્યુઆરીથી 29મી જાન્યુઆરી 2023 સુધી, 03 મહિના માટે મફતમાં ખૂબ જ લોકપ્રિય .IN/.Bharat ડોમેનની ઉપલબ્ધતાની જાહેરાત કરી છે. વપરાશકર્તાઓ ખૂબ જ વ્યક્તિગત અને ખૂબ સુરક્ષિત 10 જીબી સ્પેસ સાથે મફત ઈ-મેલ આઈડી મેળવવાનું પણ પસંદ કરી શકે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 3 મિલિયનથી વધુ લોકો.IN/.Bharat સાથે જોડાયેલા છે. .IN ડોમેનને વૈશ્વિક સ્તરે 7મા સૌથી વધુ પસંદગીના ડોમેન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અમારી વેબસાઇટ www.nixi.in પર જાય અને તમારા નજીકના રજિસ્ટ્રારને પસંદ કરો અને પસંદ કરેલ ડોમેન અને કસ્ટમાઇઝ્ડ ઈ-મેલ મેળવો.
એનઆઈએક્સઆઈના CEO શ્રી અનિલ કુમાર જૈને જણાવ્યું હતું કે “ભારત આપણા પ્રિય નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દૃષ્ટિકોણ મુજબ ડિજીટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. દેશવાસીઓને ડિજિટલ ઈન્ડિયા પહેલ અપનાવવા માટે ખાસ કરીને જ્યારે ભારતે G-20 નું પ્રમુખપદ સંભાળ્યું છે, ત્યારે NIXIએ ભારતમાં ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે એક પહેલ કરી છે જેનાથી નાગરિકોને સુરક્ષિત અને વ્યક્તિગત ઈ-મેઇલ સાથે ડોમેનની શક્તિ સાથે સશક્ત બનાવી શકાય છે.